બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે ઓશીકું લઈને સૂવાની ટેવ આજથી જ સુધારી દેજો, જાણો તેનાથી થતા નુકસાન આ Videoમાં

હેલ્થ ટિપ્સ / રાત્રે ઓશીકું લઈને સૂવાની ટેવ આજથી જ સુધારી દેજો, જાણો તેનાથી થતા નુકસાન આ Videoમાં

Last Updated: 02:49 PM, 28 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે ઊંઘતા સમયે ઓશીકા કે તકીયા વિના નથી ચાલતું? તમારા માંથી ઘણા લોકો એવા હશે કે જેમને ઓશીકા વિના નહીં ચાલતું હોય. ઓશીકાનો ઉપયોગ સૂતી વખતે માથા અને ગરદનને સપોર્ટ કરવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ઓશીકું લીધા વગર સૂવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ ફાયદાકારક છે.

તમે સાંભળ્યું હશે જેવું ઓશીકું તેવી ઊંઘ. જયારે તમને સૂઈને જાગો છો અને ગરદનમાં દુખાવો થાય તો સમજી જવાનું કે તમારું ઓશીકું બરાબર નથી. સામાન્ય રીતે લોકો ખોટા ઓશીકાનો ઉપયોગ કરે છે તે લોકોને ગરદનનો દુખાવો અથવા પીઠનાં દુખાવાની સમસ્યા રહે છે. ઓશીકું લઈને સૂવાથી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓશીકું લઈને સૂવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ત્યારે ઓશીકાના કારણે શું શું નુકસાન થાય છે અને તકીયા વિના સુવાથી શું ફાયદો થાય છે એના વિશે જાણવા માટે આ વીડિયો આખો જોઈ લો.

ઓશીકા વગર સુવાના ફાયદા

  • કમરના દુખાવામાં આરામ

ઓશીકું રાખીને સૂવાથી કરોડરજ્જુના હાડકા ધીમે-ધીમે વળવા લાગે છે. જેના કારણે પીઠમાં દુખાવો થાય છે. જ્યારે આપણે ઓશીકા વગર સૂઈએ છીએ, ત્યારે ગરદન અને કરોડરજ્જુ યોગ્ય સ્થિતિમાં રહે છે, જેના કારણે વ્યક્તિને પીઠમાં દુખાવો થતો નથી.

  • માથાનો દુખાવાની સમસ્યા દૂર થાય છે

ઓશીકાનો ઉપયોગ કરવાથી માથું અને ગરદન સામાન્ય રીતે ઊંચું રહે છે, જેના કારણે સ્નાયુઓમાં તણાવ અને માથાનો દુખાવો થાય છે. સાથે જ ઓશીકું રાખીને સૂવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજનનો સપ્લાઈ ઓછો થાય છે જેના કારણે વ્યક્તિને સવારે ઉઠતાની સાથે જ માથામાં થોડો દુખાવો થાય છે.

બીજી તરફ, જો તમે ઓશીકા વગર સૂઈ જાઓ છો તો માથામાં બ્લડ સર્ક્યુલેશન થવાને કારણે માથાના દુખાવાની કોઈ સમસ્યા નથી.

  • ખીલમાંથી મળે છે રાહત

રાત્રે સૂતી વખતે ચહેરો 7-8 કલાક સુધી ઓશીકાના સંપર્કમાં રહે છે. તે સમયે ઓશિકા પર જમા થયેલી ગંદકી ચહેરા પર ચોંટી જાય છે જેનાથી ચહેરા પર ખીલ થઈ શકે છે. જો ઓશીકાનું કવર દર 3 થી 4 દિવસે ન ધોવામાં આવે તો મોંમાં લાળ, પરસેવો અને ધૂળને કારણે ઓશીકા પર અનેક બેક્ટેરિયા રહે છે. આ જ કારણ છે કે સૂતી વખતે મોં પર તકિયા રાખવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે. ઓશીકા વિના સૂવાથી ચહેરામાં બ્લડ સર્ક્યુલેશન બરોબર રીતે થાય છે. જેના કારણે ચામડી ચમકતી રહે છે અને વૃદ્ધત્વની અસર ઓછી દેખાય છે.

નસકોરાની સમસ્યાથી પીડાતા લોકો માટે ઓશીકા વગર સૂવું ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેના કારણે શ્વાસનળી ખુલ્લી રહે છે, અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ રહેતી નથી.

તમે તકીયા વિના સૂઈ જશો તો તમને કમરના દુઃખવામાં રાહત મળશે. માથાના દુઃખવાથી રાહત મળશે. સાથે જ તમે આખો દિવસ ફ્રેશ રહેશો, 8-10 કલાકની સારી ઊંઘ તમને ફ્રેશનેસ આપે છે. જેના કારણે થાક લાગતો નથી. પરંતુ કેટલીકવાર ખરાબ ઓશીકું અથવા જાડું-પાતળું ઓશીકું હોવાને કારણે વ્યક્તિને સારી ઊંઘ આવતી નથી.

ઓશીકું લઈને સુવાના ગેરફાયદા

  • વૃદ્ધાવસ્થા જલ્દી આવી શકે છે

જે લોકો ઓશીકું રાખીને સૂવે છે તેમના ચહેરાની ત્વચા પર તેની ખરાબ અસર પડે છે. ખરેખર, તકિયાના સંપર્કમાં આવવાથી ચહેરાની ત્વચા ખેંચાય છે અને તેના પર દબાણ પણ આવે છે. આના કારણે ચહેરાની ત્વચા પર કરચલીઓ, ફાઈન લાઈન્સ વહેલા દેખાઈ શકે છે જે વૃદ્ધત્વના સંકેત માનવામાં આવે છે. તેવી જ રીતે ત્વચાના ચેપનું જોખમ પણ વધી જાય છે.

  • કરોડરજ્જુની સમસ્યાઓ

ઉંચા ઓશીકા સાથે સૂવાનો એક મોટો ગેરફાયદો છે કરોડરજ્જુને લગતી સમસ્યાઓ. ઓશીકું વાપરવાથી સૂતી વખતે શરીરની મુદ્રા ખરાબ થાય છે અને કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે. આ કરોડરજ્જુ અથવા કરોડરજ્જુનો આકાર બગડી શકે છે અને ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

વધુ વાંચો: સવાર-સવારમાં નાસ્તો કરતા પહેલા અચૂકથી પીવાનું રાખો આ પાણી, પછી જુઓ શું ફાયદા થાય છે!

  • જો સારી ગુણવત્તાવાળા ઓશીકાનો ઉપયોગ ન કરવામાં આવે તો વ્યક્તિ આખી રાત સારી રીતે સૂઈ શકતો નથી. જેના કારણે તે બીજા દિવસે ખૂબ જ ચીડિયા અને તણાવગ્રસ્ત થવા લાગે છે. પરંતુ ઓશીકું વગર, તમે આખી રાત આરામથી સૂઈ શકો છો. જેના કારણે તમને બીજા દિવસે તણાવ, હતાશા કે ચીડિયાપણું જેવું કંઈ લાગશે નહીં.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SleepingWithoutPillow SleepingTips HealthTips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ