ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Singham Again ready to Release, Deepika Padukone Look As Lady Singham

Singham Again / રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' રિલીઝ માટે તૈયાર, લેડી સિંઘમના જબરદસ્ત લૂકમાં જોવા મળી દીપિકા પાદુકોણ

Published By: Vidhata

Last Updated: 12:56 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે તાજેતરમાં જ 'સિંઘમ અગેન'થી દીપિકા પાદુકોણનો નવો લૂક રિલીઝ થયો છે.

ADVERTISEMENT

બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર રોહિત શેટ્ટી હાલમાં તેમની કોપ યુનિવર્સની આગામી ફિલ્મ સાથે તૈયાર છે. આજકાલ રોહિત શેટ્ટી 'સિંઘમ અગેન'ને રિલીઝ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. એમ તો ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે પણ તેની ખાસ વાત એ છે કે દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી હોવા છતાં 'સિંઘમ અગેન' માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણની 'સિંઘમ અગેન' સાથે જોડાયેલી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તે લેડી કોપના રૂપમાં ઉગ્ર અંદાજમાં જોવા મળી હતી. હવે 'સિંઘમ અગેન' ફિલ્મથી દીપિકા પાદુકોણનો વધુ એક લૂક સામે આવ્યો છે, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ છે.

'સિંઘમ અગેન' સાથે જોડાયેલા આ નવા લૂકમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમની સ્ટાઈલમાં જોવા મળી. તેણે સિંઘમનો અજય દેવગનનો પ્રખ્યાત પોઝ બનાવ્યો, જેમાં તે એક દબંગ પોલીસ અધિકારી તરીકે જોવા દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ લુક શેર કરતા દીપિકા પાદુકોણે હેશટેગ્સ સાથે લખ્યું, "લેડી સિંઘમ", "શક્તિ શેટ્ટી." જણાવી દઈએ કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી હશે. દીપિકા પાદુકોણને પહેલીવાર પોલીસ અવતારમાં જોવા માટે ચાહકો પણ ઉત્સુક છે.

વધુ વાંચો: કબીર સિંહના એક્ટર પર ભડક્યાં સંદીપ રેડ્ડી વાંગા, કહ્યું 'હું ફિલ્મમાં AIથી તમારો ચહેરો બદલી દઇશ'

દીપિકા પાદુકોણના 'લેડી સિંઘમ' લુકને લઈને ચાહકો પણ ધબકારા ચુકી ગયા. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, મેડમ, અમારી ધરપકડ કરી લો. અન્ય એક યુઝરે લખ્યું, અરે દીપિકા, મને આજીવન કારાવાસમાં નાખી દો. એક યુઝરે લખ્યું, તે દરેક રોલ આટલી સારી રીતે કેવી રીતે ભજવે છે? જણાવી દઈએ કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે રણવીર સિંહ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Deepika Padukone Entertainment Lady Singham Rohit Shetty Singham Again entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ