ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Singer Devraj Gadhvi's Statement on Controversial Comment on Charan Samaj
Last Updated: 01:32 PM, 17 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી બાદ સમાજના આગેવાનોનાં નિવેદન સામે આવી રહ્યા છે. ગાયક દેવરાજ ગઢવીએ નિવેદન આપ્યું હતું કે સોશિયલ મીડિયામાં વીડિયો ચાલે છે. તે જોઈને દુઃખ થયું. આપણી જગદંબાઓ ક્યાંકને ક્યાંક કુળદેવી તરીકે પૂજાય છે. આવા કૃત્યોને કોઈ દિવસ સહન ન કરી શકાય.
ADVERTISEMENT

60 વર્ષની ઉંમરે આ વ્યક્તિની બુધ્ધિ ભ્રષ્ટ થઇ છે: દેવરાજ ગઢવી
આ બાબતે ગાયક કલાકાર દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક વિવાદિત વિડીયો ચાલે છે. તે જોયો છે. ખૂબ દુઃખ થયું છે. 60 વર્ષેની ઉંમરે આ માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય તેવું લાગે છે. નહી તો આવી ભૂલ ન કરે. આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ. ઉજળી પરંપરા આપણી રહેલી છે. ચારણોનાં ઈતિહાસ હલ્દીઘાટીથી ભુચરમોરી સુધીનો છે. આપણી દરેક જગદંબાઓ ક્યાંકને ક્યાંક કુળદેવી તરીકે પૂજાય છે. આ બફાટ જે કરે છે. એની કુળદેવી પણ કોઈ ચારણ જગદંબા હશે. એટલે આવા કૃત્યોને કોઈ દિવસ સહન ન કરી શકીએ. ગીરીશ આપાનો વીડિયો મે જોયો એમનો હુકમ માનવો. એક માણસે ભૂલ કરી છે. તેની સામે કાયદામાં જે રીતે જોગવાઈ છે. તે રીતે તેની સામે પગલા લેવા જોઈએ. એક માણસે ભૂલ કરી છે. તેમજ સમાજમાં વૈમનસ્ય ઉભું ન થાય તેનુ ધ્યાન રાખવું.
ADVERTISEMENT
હકાભા ગઢવીએ શું કહ્યું ?
ગીગા ભમ્મરના નિવેદન પર હકાભા ગઢવીએ જણાવ્યું કે, હું સમગ્ર સમાજને દોશ ન આપી શકે પરંતુ તે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાન સમજૂ ન હતો કે, તે વ્યક્તિને આવો બોલતું રોકી ન શકે. તેમણે કહ્યું કે, હું ગઢવી સમાજના કલાકારોને કહેવા માંગું છું કે, જે સમાજના વખાણ કરાય તેના કરાય બીજાના ન કરાય. કેમ જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તળાજાનો પાણીનો નહી પવું તેમજ તળાજાનો એકપણ પ્રોગ્રામ નહી કરૂ. સમાજ શું નિર્ણય એ મને ખબર નથી. પરંતુ સજા તમને મારી માં આપશે. તેમણે વધુમાં કહ્યું કે, આહીર સમાજમાં આટલો મોટો બુદ્ધિહિન માણસ છે એવો મને આજે ખબર પડી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.