ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Inauguration of Rajkot AIIMS equipped with state-of-the-art facilities by PM Modi on 25th
Last Updated: 04:04 PM, 17 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટ ખાતે તા. 25 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ થવાનું છે. એઈમ્સ ખાતે હાલ છેલ્લા બે વર્ષથી ઓપીડી સેવા કાર્યરત છે. જ્યારે આઈપીડી સેવા પણ આગામી તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. તા. 25 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રદાન નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એઈમ્સમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
લોકાર્પણની તડામાર તૈયારીઓ શરૂ
તા. 25 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એઈમ્સ શરૂ થતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આઈપીડી સારવાર પણ મળી રહેશે. રાજકોટ એઈમ્સમાં હાલ 190 ર્ડાક્ટર્સ 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવામાં હાજર રહેશે. 250 આઈપીડી બેડનું લોકાર્પણ તેમજ 25 બેડ આઈસીયું વાળા રાખવામાં આવશે. એઈમ્સમાં ઓપરેશન થિયેટર, સીટી સ્ક્રેન, એક્સરે, એમઆરઆઈ જેવી મશીનરી પણ ઉપલબ્ધ થઈ જતા તેનું પણ ટેકનિકલ ચેકીંગ કરી લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા પણ પૂર્ણ થવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે
રાજકોટ એઈમ્સમાં સોમવારથી શનિવારનાં સવારે 11 થી 1 વાગ્યા સુધી ઈ-સંજીવની ઓપીડી વિભાગ પણ કાર્યરત કરવામાં આવશે. તેમજ ટીબી, શ્વાસના રોગ, છાતીના રોગ, સ્ત્રી રોગ, પ્રસૃતિ વિભાગ અને એક્સ-રે વિભાગની સેવાઓ કાર્યરત છે. સોમવારથી શનિવાર સુધી સાંજના 9 થી 5 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી ઓપીડી ઓપીડી કાર્યરત રહેશે.
ADVERTISEMENT
એઈમ્સની એપ્લીકેશન મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકશે
રાજકોટ એઈમ્સ દ્વારા મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામા આવી છે. આ મોબાઈલ એપ્લીકેશન મારફતે દર્દી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન સમય મેળવી સારવાર કરાવવાની રહેશે. તેમજ આ એપ્લીકેશનના માધ્યમથી એઈમ્સ રાજકોટની સુવિધા તેમજ ર્ડાક્ટર તેમજ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવી શકશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.