ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Fitness icon Anil Kadasur dies of heart attack worries people
Last Updated: 01:20 PM, 17 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના પછી દેશ અને દુનિયામાં હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે..જેને લઈને લોકો રોજ અવનવા તારણો આપે છે.. પરંતુ તાજેતરમાં જ જાણીતા ફિટનેસ આઇકોન અને બેંગલુરુના પ્રખ્યાત સાઇકલિસ્ટ અનિલ કદસૂરનું હાર્ટ એટેકના કારણે મોત થયું.. જે વ્યક્તિ રોજ 100 કિલોમીટર સાયકલ ચલાવતા હતા.. ફિટનેશને લઈને દુનિયામાં ચર્ચામાં રહેતા.. તેવામાં ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક આવ્યાની વાત પર લોકોને વિશ્વા હજૂ સુધી નથી આવતો.. ત્યારે આજે અનિલ કદસૂરને હાર્ટ એટેક આવવા પાછળના કારણો જાણવાનો અમે પ્રયાસ કર્યો..
ADVERTISEMENT

ફિટનેસ આઈકન અને પ્રખ્યાત સાઈકલિસ્ટ અનિલ કદસૂરનું 45 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે. આ સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થયું હતું. કારણ કે, અનિલ કદસૂર રોજ 100 કિલો મીટર સાયકલ ચલાવતા હતા. તેવામાં ફિટનેસ માટે જાગૃત લોકો માટે તેમનું મોત એક મોટો ઝટકો છે. જો કે હાર્ટ એટેક આવવાના કારણ તો અનેક હોય છે. પરંતું ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક કેમ આવ્યો.
ADVERTISEMENT

અનિલ કદસૂરને હાર્ટ એટેક આવવાનું એક કારણ
વધુ પડતો વ્યાયામ અને શરીરને પુરતો આરામ ન મળવો છે. નિષ્ણાંત ર્ડાક્ટરોના મતે વ્યાપા કરવાતી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે. પરંતુ વધુ પડતો વ્યાયામ તમારા સ્વાસ્થ્યને હાની પણ પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
અનિલ કદસૂરના મૃત્યું પછી દરેક લોકોએ કેટલીક મહત્વપૂર્ણ કાળજીઓ રાખવી જોઈએ. નિષ્ણાંતોના મતે, લોકોએ શું કાળજી રાખવી જોઈએ?
ADVERTISEMENT

વ્યાયામની સાથે શરીર માટે આરામ પણ જરૂરી
આટલી બાબતોનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવુ જોઈએ. કારણ કે, હાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધુ પડતું યુવાનોમાં વધી રહ્યું છે. ફિટનેસને લઈ જીમ ટ્રેનર હંમેશા એક્ટિવ રહેતા હોય છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ બિસ્માર ઓરડા, તૂટેલા પોપડા..., આ છે પેટલાદના આશી ગામનું બીમાર આરોગ્ય કેન્દ્ર, જુઓ દયનીય હાલત
વ્યાયામ કરો, પરંતુ વધુ પડતો નહીં
દરેક વ્યક્તિએ ફીટ રહેવું જોઈએ. પરંતું ફીટ રહેવા માટે એટલી હદ સુધી પણ વ્યાયામ ન કરવો જોઈએ કે, તમારા જીવ પર આવી બને. કદાચ અનિલ કદસૂરના કિસ્સામાં પણ આજ વસ્તુ તેમના મોતનું કારણ બની છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.