ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reality check of health center at Ashi village in Petlad

માથે મંડરાતું મોત / બિસ્માર ઓરડા, તૂટેલા પોપડા..., આ છે પેટલાદના આશી ગામનું બીમાર આરોગ્ય કેન્દ્ર, જુઓ દયનીય હાલત

Published By: Vishal Khamar

Last Updated: 10:12 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દરેક નાગરિકોરને આરોગ્યની સારી સુવિધા મળી રહે તે માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. પરંતું પેટલાદના આશી ગામે આવેલ આરોગ્ય કેન્દ્રની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં બહારથી દેખાવ નવા જેવો છે. જ્યારે અંદરની પરિસ્થિતિ કંઈક અલગ જ સ્થિતિ દર્શાવી રહી છે.

ADVERTISEMENT

  • આણંદમાં આરોગ્ય કેન્દ્રની હાલત કફોડી
  • સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુદ જ બીમાર 
  • સારવાર માટે આવતા દર્દીઓને કરાય છે રિફર

 રાજ્ય સરકારનું ઉદ્દેશ્ય છે કે,  દરેક છેવાડાના ગામ સુધી સરકારી સુવિધાનો લોકોને લાભ મળે. તેમજ સારા આરોગ્ય માટે સારવાર મળે. પરંતું આજે પેટલાદના આશી ગામે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી. જ્યાં અહીં આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે આશી ગામમાં તો સામૂહિક આરોગ્ય કેન્દ્રને જ સારવારની જરૂર છે. કારણ કે, જર્જરિત બનેલા આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરવા માટે આવતા લોકોને અહીં કોઈ દુર્ઘટના ન ઘટે તેનો ડર સતાવી રહ્યો છે. 

અશોકભાઈ(સ્થાનિક)

આરોગ્ય કેન્દ્રમાં ઓરડાઓની હાતલ બિસ્માર
આશી ગામમાં 4 હજારની વસ્તી છે. અહી સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહારથી હાલત જોવા પર રંગ-રોગાન સાથે તમને બિલ્ડીંગ નવું-નકોર લાગશે. પરંતું અંદર જતા જ સ્થિતિ કંઈ અલગ છે. 1970 માં બનેલા આ આરોગ્ય કેન્દ્રમાં અંદરના ઓરડાઓની હાલત બિસ્માર છે. ઉપરથી સ્લેબના પોપડા પડી રહ્યા છે. જ્યાં પોપડા પડ્યા છે. ત્યાં લોખંડ દેખાઈ આવ્યું છે. અને તેને કાટ પણ લાગી ચૂક્યો છે. એટલું જ નહી અહીં ફરજ નિભાવતા ર્ડાક્ટરોને પણ માતે પોપડા પડવાનો ડર લાગે છે.

શશીકાંત પટેલ (સ્થાનિક)

હોસ્પિટલની અંદર ઠેર ઠેર બારી-બારણા સડીને તૂટી ગયા
તેમજ હોસ્પિટલની અંદર ઠેર ઠેર લાઈટોનાં દોરડા લટકી રહ્યા છે. બારી-બારણા સડીને તૂટી ગયા છે. તો ત્રણેય રૂમની હાલત એટલી ખરાબ છે કે, તેને બંધ જ રાખવામાં આવ્યા છે. પ્રસૃતિ રૂમ પણ જર્જરિત હોવાથી પ્રસૃતા મહિલાઓને અન્ય રીફર કરવામાં આવે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફે અને ગ્રામજનોએ વારંવાર જીલ્લા કક્ષાએ રજૂઆત કરી છે. પરંતું આજ સુધી તે રજૂઆતોને ધ્યાને લેવાઈ નથી. 

વધુ વાંચોઃ આવી રહ્યો છે ઠંડીનો વધુ એક રાઉન્ડ: ફરીવાર ગુજરાતમાં ગગડશે તાપમાનનો પારો, તૂટશે પાછલા વર્ષોનો રેકોર્ડ

સુમિત પ્રજાપતિ (MDMWRC)

આશી ગામના આરોગ્ય કેન્દ્રને આશીર્વાદની જરૂર!
આપણે ત્યાં એક કહેવત છે કે, દૂરથી ડુંગર રળિયામણા. અહીં પણ આવી જ હાલત છે. તેવામાં જોવાનું રહેશે કે, આશી ગામનાં જર્જરિત આરોગ્ય કેન્દ્ર પર ક્યારે સત્તાધિશોનો આશિર્વાદ ફરે છે. અને ક્યારે જર્જરિત આરોગ્ય કેન્દ્રની દયનિય હાલતમાં સુધારો  આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

સંકળાયેલા મુદ્દાઓ

Anand Dilapidated Health Centre Government hospital Petlad Tragedy આણંદ પેટલાદ વીટીવી રિયાલિટી ચેક સરકારી હોસ્પિટલ Anand

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ