ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Last round of severe cold forecast next week
Last Updated: 08:57 AM, 17 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાંથી જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેવો માહોલ હાલ સર્જાયો છે. ત્યારે વહેલી સવારે ઠંડી તો બપોર બાદ ગરમી અને રાત્રે ફરી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી સપ્તાહમાં ફરી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે
મળતી માહિતી મુજબ તા. 17 થી 21 ફેબ્રુઆરી દરમ્યાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેમજ ઠંડા પવનો ફૂંકાવવાની આહાગી કરવામાં આવી છે. આગામી તા. 22 થી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ VMCથી કંટાળી 9 લારી ધારકોનો ગજબનો જુગાડ! PMનો ફોટો લગાવી ધંધો શરૂ કર્યો, જાણો કારણ
ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીની આગાહી
ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.