ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:51 PM, 7 April 2026
ADVERTISEMENT
વૈદિક જ્યોતિષ અનુસાર, શુક્રને ધન, પ્રેમ, આરામ અને વૈવાહિક જીવનનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિ બદલે છે, ત્યારે તેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ રીતે અનુભવાય છે.દ્રિક પંચાંગ અનુસાર, આ વખતે શુક્ર 19 એપ્રિલે બપોરે 3:57 વાગ્યે પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. આ ગોચર માલવ્ય મહાપુરુષ રાજયોગનું પણ જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ શુક્ર ગોચર જીવનમાં ભૌતિક સુખ,ખેંચી લાવશે.
ADVERTISEMENT
કઈ 3 રાશિઓને થશે મોટી કમાણી
જે 3 રાશિઓને ધરખમ કમાણી થવાની છે તેમાં વૃષભ, સિંહ અને કન્યા સામેલ છે.
ADVERTISEMENT
(1) વૃષભ- આ સમય વૃષભ રાશિ માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તમારી મહેનત સકારાત્મક પરિણામો આપી શકે છે. પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાના સંકેત છે. નફો અને નવી રોકાણની તકો પણ દેખાઈ શકે છે. પ્રેમ જીવન મધુર બનશે, અને સિંગલ્સને સંબંધો મળવાની શક્યતા છે.
(2) સિંહ
ADVERTISEMENT
સિંહ રાશિના જાતકો માટે,શુક્રનું આ ગોચર કારકિર્દીમાં ઉન્નતિ લાવી શકે છે. આ પરિવર્તન તમારી કુંડળીના કર્મભાવમાં થઈ રહ્યું છે, જેના કારણે કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. નોકરીમાં ફેરફાર અથવા પ્રમોશન શક્ય છે.
આ પણ વાંચો: LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને મળશે ડબલ સિલિન્ડર
ADVERTISEMENT
(3) કન્યા
કન્યા રાશિના લોકો માટે, શુક્રનું ગોચર ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ ગોચર ભાગ્ય ગૃહમાં થશે, જે બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાનો સંકેત આપે છે. આ સમય દરમિયાન, ભાગ્ય તમારી સાથે રહેશે અને નવા પ્રોજેક્ટ્સ સફળ થઈ શકે છે. વિદેશ યાત્રા, અભ્યાસ અથવા નવા પ્રોજેક્ટ્સ સકારાત્મક પરિણામો આપી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો