બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Shocking video of Kheralu stone pelting Women along with 5-7 youths were pelting stones on Ram Shobhayatra
Last Updated: 07:13 PM, 21 January 2024
ADVERTISEMENT
આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુણે ખુણે તેની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે.
મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની યાત્રામાં પથ્થરમારો, હાલ સ્થિતિ કાબૂમાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
ગુજરાતની શાંતિ ડહોળનારા કોણ?#Gujarat #AyodhyaRamTemple #mehsana #RamShobhaYatra #vtvgujarati pic.twitter.com/BzWvAqyX75
ADVERTISEMENT
મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
પોલીસ બંદોબસ્ત સાથે ફરી યાત્રા નીકળી
મહેસાણાના ખેરાલુ રામ યાત્રા પર પથ્થરમારા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરી યાત્રા નીકળી, ધારાસભ્ય સરદાર ચૌધરી યાત્રામાં જોડાયા, મોટી સંખ્યામાં રામ ભક્તો પણ યાત્રામાં જોડાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.