બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:26 PM, 5 December 2023
ADVERTISEMENT
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય તો થઈ ગયો પણ હવે સવાલ એ છે કે આખરે MPનાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? કેટલાક લોકો કહી રહ્યાં છે કે શિવરાજ સિંહ ફરી મુખ્યમંત્રી પદ સંભાળશે પણ તેવામાં ખુદ શિવરાજ સિંહનું નિવેદન આવી ગયું છે કે તેઓ મુખ્યમંત્રી પદનાં દાવેદાર નથી.
'હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી..'
મુખ્યમંત્રી પદની રેસની વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે," મેં કોઈ દિવસ પદ માટે કામ નથી કર્યુ. પાર્ટીએ મને જેમ કહ્યું અને મારામાં જેટલું સામાર્થ્ય હતું તે અનુસામ તમામ કામ પૂરું કરવાનો પ્રયાસ કર્યો. હું મુખ્યમંત્રી પદનો દાવેદાર પહેલા પણ નહોતો અને ન તો આજે છું. હું એક કાર્યકર્તા તરીકે પાર્ટી મને જે પણ કામ આપશે તે કામ સમર્પિત ભાવે પાર્ટી માટે કરતો રહીશ."
ADVERTISEMENT
હું દિલ્હી નથી જઈ રહ્યો
CM શિવરાજે કહ્યું કે હું દિલ્હી નથી જઈ રહ્યો. હું દિલ્હીની જગ્યાએ આવતી કાલે છિંદવાડા જઈશ. ત્યાંનાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીશ. છિંદવાડામાં અમે સીટ હાર્યા છીએ. હવે અમારે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગવાનું છે. આ વખતે છિંદવાડા સીટ પર પણ ભાજપનો જ કબ્જો હશે.
..ફરી કોંગ્રેસ કઈ રીતે જીતી
ચૂંટણીમાં ગડબડી અને EVMમાં છેડછાડનાં કોંગ્રેસનાં આરોપોની વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે પૂછ્યું કે, 'જો ઈવીએમમાં ગડબડી છે તો પછી છિંદવાડાની તમામ 7 સીટો કોંગ્રેસે કઈ રીતે જીતી. તેમની પાસે EVM પર સવાલ ઊઠાવ્યાં સિવાય બીજો કોઈ મુદો છે જ નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT