બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Shimla and Jammu Kashmir received heavy snowfall in hilly areas

VIDEO / ગુજરાતીઓના મનપસંદ સ્થળે થઈ ભારે બરફવર્ષા, પહાડોએ સફેદ ચાદર ઓઢતા કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલ્યું

Dinesh

Last Updated: 11:16 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Snowfall: શિમલા અને જમ્મુ કાશ્મીરમાં પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે, કાશ્મીરના ગુલમર્ગ અને શિમલાની સુંદરતામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે

 

  • ગુલમર્ગ અને શિમલામાં વધ્યા પ્રવાસીઓ
  • ઉત્તરના પહાડોએ ઓઢી સફેદ ચાદર !
  • પ્રવાસીઓએ ગુલમર્ગમાં માણી મજા


જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. લોકો બરફની મજા માણવા માટે અલગ અલગ શહેરમાંથી ગુલમર્ગ કે શિમલા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓ કુદરતના આ સૌંદર્યને માણવામાં કોઈ કચાશ બાકી રાખવા ઈચ્છતા નથી.

પ્રવાસીઓએ અહીં બરફની મજા માણી રહ્યાં છે
ગુલમર્ગમાં હિમવર્ષા બાદ આખા વિસ્તારમાં બરફને સફેદ ચાદર પથરાઈ ચૂકી છે. ત્યારે પ્રવાસીઓએ અહીં બરફની મજા માણી રહ્યાં છે. સાથે બરફ પર સ્લેજ રાઈડિંગ પર સવાર થઈને લોકો કુદરતના આ સૌંદર્યને વધુમાં વધુ આંખોમાં સમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુલમર્ગમાં આ સીઝન દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોવાથી અહીં રોજગારીમાં પણ વધારો થયો છે. સ્થાનિક લોકોને અહીં વધુમાં વધુ રોજગારી મળવાથી પૈસાનો પણ અહીં વરસાદ થઈ રહ્યો છે.

વાહન વ્યવહાર પર અસર
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ખેડૂતો ખુબજ ખુશ છે. તેમની ખેતી માટે આ હિમવર્ષા ખુબજ જરૂરી હતી. તો બીજીબાજુ હિમવર્ષાને પગલે ઘણી જગ્યાએ કાચારસ્તા ખરાબ થઈ ગયા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલી નડી રહી છે. રોડ કનેક્ટિવિટી ન મળતા અહીં ઘણા લોકો 7 કિલોમીટર ચાલતા શાળાએ પહોંચી રહ્યા છે.

વાંચવા જેવું: ભારતીય વાયુસેના પર સાયબર હુમલાની મોટી કોશિશ નિષ્ફળ, આ હાઈટેક તકનિક કરી ગઈ કામ

બરફની ચાદર છવાઈ
આ તરફ શિમલાની વાત કરીએ તો અહીં ભારે હિમવર્ષાથી ઝાડ હોય કે રસ્તા જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર પથરાયેલી છે. આકાશમાંથી વરસતા બરફથી અહીંનો આખો વિસ્તાર ખીલી ઉઠ્યો છે. પ્રવાસીઓને હવે અહીંથી બીજે ક્યાંય જવાની ઈચ્છા થઈ રહી નથી. આમ એકતરફ ગુલમર્ગમાં ખુશીનો માહોલ છે તો રાજૌરીમાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હિમવર્ષાએ લોકોની રોજગારી વધારી પરંતુ સ્થાનિક તંત્ર પાસેથી વધુ વ્યવસ્થા કરવાની અપીલ થઈ રહી છે. બીજીબાજુ શિમલામાં જે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે તેઓ પૈસા વસૂલ થવાનો અનુભવ કરી રહ્યા છે. શિમલાના દ્રશ્યો જોનારાને અહીંથી જવાનું મન થઈ રહ્યું નથી. અને વધુમાં વધુ સમય શિમલામાં ગુજારવાનું મન બનાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં અહીં વધુ પ્રવાસીઓનો ધસારો જોવા મળે તો નવાઈ નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ