બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / She Had Sufficient Maturity": Bail To Man Jailed Over Relation With Teen

કોર્ટનો ચુકાદો / સગીરા સાથે શરીરસુખ માણનાર યુવાનને HCએ છોડી મૂક્યો, કારણ જાણીને કહેશો ઓહ, આવું પણ હોય

Hiralal

Last Updated: 10:26 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે 17 વર્ષની સગીરા પર રેપના આરોપીને છોડી મૂક્યો હતો. આ માટે હાઈકોર્ટે એવું કારણ આપ્યું કે તેમની વચ્ચે બંધાયેલો સંબંધ સહસંમતિથી હતો.

  • 17 વર્ષની સગીરા પર રેપના આરોપીને હાઈકોર્ટે છોડી મૂક્યો
  • સગીરા અને યુવાન વચ્ચે સંમતિથી બંધાયો હતો શારીરિક સંબંધ
  • સંમતિથી બંધાતા શારીરિક સંબંધો માટે નથી ઘડાયો પોક્સો કાયદો 

દિલ્હી હાઈકોર્ટે 17 વર્ષની સગીરા સાથે ફિઝિકલ રિલેશન બાંધનાર 23 વર્ષના યુવાનને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. પીડિતાએ ઘરવાળાના દબાણને વશ થઈને યુવાન સામે રેપનો કેસ દાખલ કરાવ્યો હતો જોકે તેની ઈચ્છા રેપનો કેસ દાખલ કરવાની નહોતી પરંતુ તે પરિવાર સામે હારી ગઈ અને તેને જેમ કહ્યું તેમ કર્યું. આરોપી પાસે પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો તેમ છતાંય તે છૂટી ગયો. 

હાઈકોર્ટે શું આપ્યું કારણ 
દિલ્હી હાઈકોર્ટે 23 વર્ષના કથિત રેપના આરોપી યુવાનને જામીન આપી દીધા હતા. આરોપીને જામીન આપવા પાછળનું કારણ પણ હાઈકોર્ટે જણાવ્યું છે. જસ્ટીસ વિકાસ મહાજને કહ્યું કે કથિત રેપની ઘટના સમયે સગીરાની ઉંમર 17 વર્ષની હતી તે વખતે તે પુરેપૂરી પરિપક્વ હતી અને શું સારું કે ખોટું તે નક્કી કરવાની પણ તેનામાં બુદ્ધિ હતી અને તે પ્રથમ દ્રષ્ટિએ આરોપી સાથે સંમતિપૂર્ણ રોમેન્ટિક સંબંધમાં હતી. તેમની વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બંધાયો હતો. જસ્ટીસે કહ્યું કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (પોક્સો એક્ટ) નો હેતુ 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને જાતીય શોષણથી બચાવવાનો હતો અને તે ક્યારેય યુવાન પુખ્ત લોકો વચ્ચે સંમતિપૂર્ણ રોમેન્ટિક સંબંધોને ગુનાહિત બનાવવા માટે નહોતો.

આરોપીને રીઢા ગુનેગારો સાથે જેલમાં રાખવો યોગ્ય નથી
જસ્ટીસે યુવાનના સારા ભવિષ્યને પણ ધ્યાનમાં લીધું. તેમણે કહ્યું કે આટલી નાની ઉંમરમાં આરોપીને રીઢા ગુનેગારો સાથે જેલમાં રાખવો યોગ્ય નથી, તેનાથી તેનું કંઈ ભલું નહીં થાય. આ સાથે કોર્ટે તેને જામીન પર મૂક્ત કરવાનો નિર્ણય લીધો હતો. 

શું હતો કેસ 
આ ઘટનામાં સગીરાએ 23 વર્ષના આ યુવાનની સામે રેપની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે આરોપ મૂક્યો હતો  તેના પાડોશીએ તેની સાથે મિત્રતા કરી હતી અને તેની સાથે લગ્ન કરવાના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીએ કહ્યું કે ત્યારબાદ તેને ખબર પડી કે તે ગર્ભવતી છે અને તેની તબીબી તપાસમાં બહાર આવ્યું છે કે ગર્ભપાત માટે ખૂબ મોડું થઈ ગયું છે અને હવે તે શક્ય નથી, ફરજિયાત બાળકને જન્મ આપવો પડે તેવી સ્થિતિ છે. પીડિતાએ જુબાનીમાં કહ્યું હતું કે તેણી ક્યારેય અરજદાર સામે કેસ નોંધવા માંગતી નથી, પરંતુ એવું લાગે છે કે એફઆઈઆર તેણીએ "તેના પરિવારના આગ્રહથી દાખલ કરી હતી. કોર્ટનું કહેવું છે ઘટના સમયે સગીરા પૂરેપૂરી પરિપક્વ હતી અને તે સહસંમતિથી આરોપી સાથે રોમેન્ટિક રિેલેશનમાં પ્રવેશી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ