બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Shankaracharya who reached Bilaspur challenged Bageshwar Maharaj

નિવેદન / બાબા બાગેશ્વરને શંકરાચાર્યએ આપ્યો પડકાર, કહ્યું- જોશીમઠમાં કોઈ ચમત્કાર કરી બતાવો, ફૂલ પાથરી દઇશું

Malay

Last Updated: 08:32 AM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના જોશીમઠમાં હાલ સંકટ છવાયું છે. જોશીમઠ જમીનમાં ધસી રહ્યું છે. આ વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, જે લોકો ચમત્કાર બતાવી રહ્યા છે, તેઓ જોશીમઠમાં કોઈ ચમત્કાર કરી બતાવે. અમે તેમનું ફુલોથી સ્વાગત કરીશું.

  • બિલાસપુર પહોંચેલા શંકરાચાર્યએ બાગેશ્વર મહારાજને પડકાર્યા
  • નામ લીધા વિના કહ્યું- જોશીમઠમાં કોઈ ચમત્કાર કરી બતાવો
  • જમીનમાં ધસી રહ્યું છે ઉત્તરાખંડનું જોશીમઠ 

સ્વામી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર મહારાજને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિલાસપુર પહોંચ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર બાબાનું નામ લીધા વિના કહ્યું કે, ચમત્કાર બતાવનાર જોશીમઠ વિશે માહિતી આપે. તેમણે કહ્યું કે, ચમત્કાર બતાવનારા જોશીમઠ આવીને ધસતી જમીને રોકીને બતાવે. જે મકાનોમાં તિરાડો પડી ગઈ છે તેના વિશે જણાવે. ત્યારે હું પણ તેમના ચમત્કારને માન્યતા આપીશ. તેમણે કહ્યું કે, જો તેઓ આવું કરીને બતાવશે તો અમે તેમનું ફૂલોથી સ્વાગત કરીશું. આ ઉપરાંત તેમણે ધર્માંતરણ વિશે કહ્યું કે, ધર્માંતરણની તરફેણમાં બોલાનારા કે વિરોધ કરનારાઓ પાછળ ધાર્મિક કારણ નથી. પરંતુ તેની પાછળ રાજકીય કારણ છે. 

તમારા બાપમાં દમ હોય તો બીજા ધર્મ પર બનાવો ફિલ્મ: બાગેશ્વર ધામના બાબાની  ખુલ્લી ચેલેન્જ | If your father has power, make a film on another religion:  Baba's open challenge from Bageshwar

શંકરાચાર્યએ આપ્યું મહત્વનું નિવેદન
શંકરાચાર્યએ એમ પણ કહ્યું કે, 'વેદો અનુસાર ચમત્કાર બતાવનારાઓને હું માન્યતા આપું છું. પરંતુ પોતાની વાહવાહી અને ચમત્કારી બાબા બનવાના પ્રયાસો કરનારાઓને હું માન્યતા નથી આપતો.' શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં જ જબલપુરમાં આપેલા નિવેદનને લઈને કહ્યું કે, જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા હતા, ત્યારે મહમદ અલી ઝીણાએ કહ્યું હતું કે મુસ્લિમોને અલગ કરી દેવામાં આવે, કારણ કે તેઓ પોતાની ધરતી પર જઈને ખુશ રહેશે, આ માટે ભારતના ટુકડા કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું. 

રામમંદિરને લઇને સ્વામી અવિમુકતેશ્વરાનંદનું વિવાદિત નિવેદન, કહ્યું- આ સમુદાય  દૂર રહે નહીં તો... | Swami Avimukteshwaranand Says If Any Muslim Come Near  Ram Mandir Ayodhya Then ...

અખંડ ભારતનું કરવામાં આવે નિર્માણ
તે સમયે પણ કેટલાક મુસ્લિમો ભારતમાં રહ્યા. જો તેમને અહીં સુખ-શાંતિ મળી રહી છે તો પાકિસ્તાન બનાવવાની શું જરૂર છે. એટલા માટે એકવાર આ બાબત પર પુનર્વિચાર થવો જોઈએ અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ કરવું જોઈએ. આ દેશમાં રહેવું અને હિન્દુઓની વચ્ચે રહેવું એ હિન્દુ અને મુસ્લિમ બંનેની નિયતિ છે, તો પછી અલગ દેશની આવશ્યકતા નથી. તેથી ફરી એકવાર પાકિસ્તાન પર પુનર્વિચાર કરીને બંને દેશોને એક કરવા જોઈએ. 

કોઈ શક્તિઓ છે તો સાબિત કરી બતાવે ધીરેન્દ્ર શાસ્ત્રી: કોંગ્રેસ નેતાઓએ  બાગેશ્વર ધામના બાબાને આપી ચેલેન્જ, રાજકારણ શરૂ | Dhirendra Shastri, if he  has any ...

જોશીમઠમાં હાલ સંકટ છવાયું છે
વાસ્તવમાં ઉત્તરાખંડનું જોશીમઠ જમીનની નીચે ધસી રહ્યું છે. જમીનમાં ધસી જવાને કારણે અનેક વિસ્તારના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ