બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shaniwar ke upay do these 5 surefire remedies on saturday shani dev will be happy shower blessing

આસ્થા / જો તમારી કુંડળીમાં શનિ છે ભારે! તો દર શનિવારે અપનાવો આ 5 ઉપાય, જીવનમાં આવશે ખુશીઓની હરિયાળી

Arohi

Last Updated: 08:07 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remedies For Shani Dosha: શનિવારે ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિ દેવની પૂજા કરવામાં આવે છે. ખરાબ કર્મ કરનાર પર શનિનો પ્રકોપ વધી જાય છે.

  • શનિ દોષથી આ રીતે મેળવો છુટકારો 
  • દેવામાંથી મુક્તિ માટે કરો આ ઉપાય 
  • ગ્રહ દોષ પણ થઈ શકશે દૂર 

હિંદૂ ધર્મમાં દરેક વાર કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. સોમવારે જે પ્રકારે શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે મંગળવારે બજરંગબલી તો શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. 

શનિદેવ લોકોના સારા અને ખરાબ કર્મોના લેખા-જોખા પોતાની પાસે રાખે છે. જેમના કર્મ ખરાબ હોય છે તેમને ખરાબ સજા, દુખ, કષ્ટ આપે છે અને જે લોકો નેક અને પુણ્યનું કામ પોતાના જીવનમાં કરે છે તેમની સાથે સદા સારો વ્યવહાર કરે છે. 

શનિવારે કરો આ 5 ઉપાય, શનિ ગ્રહ થશે દૂર 

  1. જો તમે શનિદોષ દૂર કરીને શનિ દેવતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે વ્રત અને પૂજા વિધિ-વિધાનથી જરૂર કરો. સાથે જ પીપળના ઝાડની પૂજા પણ કરો. તેના પર જળ ચડાવો, તલના તેલના દિવા કરો. કમસે કમ સાત વખત ઝાડની પરિક્રમા કરો. શનિવારે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
  2. માન્યતા છે કે કાળો શ્વાન શનિદેવનું વાહન છે. જો તમને ક્યાંય પણ કોઈ કાળુ શ્વાન દેથાય તો તેને કંઈકને કંઈક જરૂર ખવડાવવું જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહ દોષથી તરત મુક્તિ મળે છે. 
  3. શનિ દોષથી છુટકારો મેળવવા માટે તમે શનિવારના દિવસે કાળા કપડા, કાળા તલ, કાળા રંગની છત્રી, કાળી અજદ દાળ, ગોળ, તલ, જુતા, ચંપ્પલ વગેરે વસ્તુઓનું દાન ગરીબો અથવા જરૂરીયાતમંદોને કરો. આમ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કોઈને ખબર ન પડે. ચુપચાપ આ કાર્ય કરો અને નિઃસ્વાર્થ ભાવે કરો. 
  4. આર્થિક તંગી છે અને દેવામાં ડુબી ગયા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે કોઈ કાળી ગાયની પૂજા કરો. તેમના માથા પર કંકુથી તિલક કરો. તેને બુંદીના લાડુ ખવડાવો. જલ્દી જ તમારા બધા દેવા સમાપ્ત થઈ જશે. 
  5. જો તમે ઈચ્છો છો કે શનિદેવ તમારા પર ક્રોધિત ન થાય તો તેમના ગુસ્સાથી બચવા માટે તમે દરકોજ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. સાથે જ શનિદેવની કૃપા મેળવવી છે તો તમે માછલી, ચકલીને ચણ, પાણી, દાણા વગેરે ખવડાવવી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલોને શનિદેવ માફ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Blessing Remedies Saturday Shani Dosha શનિ દોષ શનિદેવ shaniwar ke upay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ