બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani margi november 2023 saturn direct lucky zodiac sadesati and dhaiya

શનિ માર્ગી / બસ થોડા દિવસ રાહ જોઈ લો, પછી બદલાઈ જશે નસીબ: શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને મળશે રાહત

Manisha Jogi

Last Updated: 12:41 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિદેવ માર્ગી થવાને કારણે 12 રાશિના જાતકો પર અસર થશે. કઈ રાશિના જાતકોના નસીબના દ્વાર ખુલી જશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે
  • શનિદેવ માર્ગી થવાને આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે
  • શનિદોષ અને શનિઢૈય્યાથી મળશે રાહત

શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિદેવને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. શનિદેવે જાન્યુઆરી 2023માં કુંભ રાશિમાં ગોચર કર્યું હતું અને માર્ચ 2025 સુધી આ જ રાશિમાં રહેશે. શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે અને 4 નવેમ્બરના રોજ માર્ગી થશે. શનિદેવ માર્ગી થવાને કારણે 12 રાશિના જાતકો પર અસર થશે. કઈ રાશિના જાતકોના નસીબના દ્વાર ખુલી જશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વૃષભ- આ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ લાભકારી રહેશે. શનિની ચાલને કારમે આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. માન સમ્માનમાં વૃદ્ધિ થશે. નોકરિયાત વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે સાથે પ્રગતિ પણ થશે. નાણાંકીય પરેશાની દૂર થશે. 

સિંહ- આ રાશિના જાતકો માટે શનિ માર્ગી લાભકારી રહેશે. આ દરમિયાન નસીબનો સાથ મળવાને કારણે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. દેવામાંથી મુક્તિ મળશે, કરિઅરમાં આગળ વધી શકશો.

કુંભ- આ રાશિના જાતકોને શનિ માર્ગીના કારણે શુભ પરિણામ પ્રાપ્ત થશે. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. આ રાશિના જાતકોની સુખ અને સુવિધામાં વૃદ્ધિ થશે. કાર્યોમાં સફળતા મળશે. જીવનસાથી બરપૂર સહયોગ મળશે. 

શનિઢૈય્યા અને શનિદોષથી પીડિત રાશિ પર અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ વક્રી અવસ્થામાં વધુ કષ્ટકારી હોય છે. મીન, મકર અને કુંભ રાશિ સાઢેસાતી અને શનિદોષથી પીડિત રાશિ છે, શનિ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોને રાહત મળશે. કર્ક અને વૃશ્વિક રાશિ શનિ ઢૈય્યાથી પીડિત રાશિ છે, શનિ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ