બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Seven people died in chaos outside Kabul airport Uk defence ministry says

BIG NEWS / કાબુલમાં જિંદગી બચાવવાની 'ભાગદોડ'માં મોતનું માતમ, એરપોર્ટ પર સાત લોકોએ જીવ ગુમાવ્યા

Parth

Last Updated: 02:27 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલિબાનના ત્રાસમાંથી બચાવીને લઈ જાઓ. ત્યારે જીવન બચાવવાની આ રેસમાં ભીડની નાસભાગનાં કારણે એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે.

  • કાબુલ એરપોર્ટ પર હજુ પણ સ્થિતિ ચિંતાજનક
  • કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં 7 લોકોના મૃત્યુ
  • બ્રિટનના રક્ષા મંત્રાલયે નિવેદન કર્યું જારી
  • એરપોર્ટ પર સ્થિતિ ખુબ જ ખરાબ છેઃ બ્રિટિશ રક્ષા મંત્રાલય
  • લોકોને બહાર નીકાળવાની તમામ કોશિશ કરાઇ રહી છેઃ બ્રિટિશ રક્ષા મંત્રાલય

કાબુલથી ફરી દર્દનાક સમાચાર 
અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબજા બાદ હજારો લોકો પોતાની આબરૂ અને જીવ બચાવીને દેશ છોડીને ભાગી રહ્યા છે. કાબુલ એરપોર્ટ સમગ્ર સુરક્ષા અમેરિકાની સેના સંભાળી રહી છે ત્યારે હજારોની સંખ્યામાં ભીડ એરપોર્ટની બહાર એકત્ર છે અને આર્મીને કાકલૂદી કરે છે કે તાલિબાનના ત્રાસમાંથી બચાવીને લઈ જાઓ. ત્યારે જીવન બચાવવાની આ રેસમાં ભીડની નાસભાગનાં કારણે એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. 

નાસભાગમાં સાતનાં મોત
તાલિબાનનાં કારણે કાબુલ એરપોર્ટ મચેલી અફરાતફરીમાં એરપોર્ટ પર નાસભાગ થઈ ગઈ જેમાં ઓછામાં ઓછા સાત અફઘાન નાગરિકોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટિશની આર્મીએ કહ્યું છે કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને હાલત સંભાળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

પ્લેન પર લટક્યા અને મળ્યું મોત 
નોંધનીય છે કે ગત સોમવારે પણ આવા જ દ્રશ્યો કાબુલમાં જોવા મળ્યા હતા જેમાં ભારે ભીડ રનવે પર જમા થઈ ગઈ હતી અને ભીડને હટાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલત એ થઈ છે કે ત્યાં લોકો પ્લેનમાં લટકી જાય છે અને હવામાંથી નીચે પટકાતાં મોત જ નસીબમાં મળે છે. 

માસૂમ બાળકીનો ઈમોશનલ વીડિયો થયો વાયરલ 
ભારતીય વાયુસેના આજે 168 લોકોને દિલ્હી લઈને આવી છે જેમાં એક નવજાત બાળક પણ છે અને આ બાળક પાસપોર્ટ વગર ભારત આવ્યો છે. ભારતીય વાયુસેનાનું વિમાન જ્યારે આજે ભારતમાં ઉતર્યું ત્યારે એક બાળક હતું અને એક માસૂમ બાળકી તે બાળકને લાડ લડાવતી નજરે પડી હતી. રક્ષાબંધન પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

પ્રધાનમંત્રીએ દેશવાપસીનો આપ્યો છે આદેશ 
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે આદેશ આપેલા છે. એવામાં કાબુલથી ભારતીયો સહિત મુશ્કેલીમાં ફસાયેલા શીખો અને સ્થાનિક અફઘાનીઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે.

અફઘાનિસ્તાન બન્યું 'આતંકીસ્તાન' 
અફઘાનિસ્તાન હવે આતંકવાદનાં ઓછાયા હેઠળ છે, ખૂંખાર તાલિબાનીઓ માનવતાના સૌથી મોટા દુશ્મન છે તે હવે દેશ પર રાજ કરવા જઈ રહ્યા છે. આખા અફઘાનિસ્તાનમાં તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના જીવ બચાવવા માટે પ્લેનનાં પૈડાંમાં લટકી જવા મજબૂર છે ત્યારે તાલિબાનીઓ હવે ભારતના દૂતાવાસને પણ છોડી નથી રહ્યા. 

આતંકીઓની પડખે આતંકી દેશ
જેની નસે નસમાં આતંકવાદ છે તે પાકિસ્તાન ફરી આતંકીઓની ભક્તિ શરૂ કરી દીધી છે. જો કે આતંકન આ દેશ પાસેથી અન્ય કોઈ આશા રાખી શકાય તેમ નથી. સમગ્ર વિશ્વ આજે અફઘાનિસ્તાના તાલિબાનોને લઈ ચિંતામાં છે અને ચારેબાજુથી તાલિબાનો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાને તાલિબાનના પેટ ભરીને વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીએ કહ્યું કે તાલિબાનોએ માફી અને યુવતીઓને સ્કૂલ જવાની મંજૂરી આપીને મોટું કામ કર્યું છે અને અશરફ ગની સરકારને ખોટી સાબિત કરી છે.m કુરૈશીએ કહ્યું કે એવો ડર હતો કે તાલિબાનો યુવતીઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દેશે પરંતુ એવું ન થયું. તાલિબાનોએ બદલો નહીં લેવાની પણ વાત કરી છે આ નિર્ણયનું સ્વાગત છે. 

તાલિબાનીઓના હાથ લાગ્યા અમેરિકાના ખતરનાક હથિયાર
અફઘાનિસ્તાનમાં તાલિબાઓની શક્તિ અનેકગણી વધી ગઈ છે. અફઘાન સેનાએ સરેન્ડર કરી દેતા તાલિબાને સમગ્ર દેશ પર કબજો જમાવી લીધો છે અને હવે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકાના હથિયારો પણ જપ્ત કરી લીધા છે. આ હથિયારોમાં UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર પણ સામેલ છે. આ ખુલાસો થયો છે અમેરિકન રિપબ્લિકન પાર્ટીના એક પત્રમાં.  રિપબ્લિકન પાર્ટીના સેનેટ સભ્યોએ બાઈડેન તંત્રને એક પત્ર લખ્યો છે અને તાલિબાનના હાથમાં લાગેલા અમેરિકી હથિયારો અંગે જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. પત્રમા કહેવાયું કે હાઈટેક મિલિટ્રી હથિયાર જેને અમેરિકી નાગરિકોના પૈસાથી ખરીદવામાં આવ્યા છે જે આજે તાલિબાન અને આતંકી સંગઠનના હાથ લાગ્યા છે. આ હથિયારોને સુરક્ષિત રાખવા સરકારની જવાબદારી હોવી જોઈએ. જવાનોને પરત બોલાવતા પહેલા હથિયારોને પોતાની પાસે રાખવા જરૂરી હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ