બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / seven horses painting importance and benefits according to vastu tips

Vastu Tips / વાસ્તુ અનુસાર શું સાત ઘોડાની તસવીર ઘરમાં લગાવવાથી કોઈ ફાયદો થાય છે? જાણો મહત્વ અને કઈ દિશામાં લગાવવું છે શુભ

Manisha Jogi

Last Updated: 08:33 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતિક હોય છે. કઈ દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતિક
  • દોડતા ઘોડાના ફોટોઝ લગાવવાથી કાર્ય ઝડપથી થાય છે
  • દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવી જોઈએ

વાસ્તુ અનુસાર સાત ઘોડાની પેઈન્ટિંગ લગાવવી તે વૃદ્ધિ અને સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે. તમારા ઘર અથવા ઓફિસમાં દોડતા ઘોડાના ફોટોઝ લગાવો છો, તો તમારું કાર્ય ઝડપથી થાય છે. દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતિક હોય છે. માનવામાં આવે છે કે, કાર્યસ્થળે આ પ્રકારનું પેઈન્ટિંગ લગાવવાથી સાહસ, સમજદારી, ધૈર્ય, બુદ્ધિ, આધ્યાત્મ, પ્રેમ, આનંદ, જ્ઞાન, પવિત્રતાનો સંચાર થાય છે અને તમામ ક્ષેત્રે સફળતા મળે છે. કઈ દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

દક્ષિણ દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર 7 ઘોડાની પેઈન્ટિંગ વાસ્તુના અલગ અલગ પરિબળ સાથે જોડાયેલ છે. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં આ પેઈન્ટિંગ લગાવવાથી પ્રસિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. 

ઉત્તર દિશા
આ દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે. બિઝનેસમાં લાભ થાય તે માટે દોડતા ઘોડાની પેઈન્ટિંગની જગ્યાએ તાંબા, પિત્તળ અથવા ચાંદીથી બનેલ દોડતા ઘોડાની મૂર્તિ રાખી શકો છો. 

પૂર્વ દિશા
7 ઘોડાની પેઈન્ટિંગ પૂર્વ દિશામાં રાખવામાં આવે તો કરિઅરનો ગ્રોથ થાય છે. જે પણ કામ અટકી ગયુ હોય તેમાં પ્રગતિ થાય છે. 

કયા રૂમમાં રાખવી આ પેઈન્ટિંગ?
દોડતા ઘોડા પ્રગતિનું પ્રતિક ગણાય છે. આ કારણોસર તમે લિવિંગ રૂમમાં આ પેઈન્ટિંગ લગાવી શકો છો. આ પેઈન્ટિંગ સ્ટડી રૂમ અથવા ઓફિસમાં પણ લગાવી શકો છો. આ પેઈન્ટિંગ ક્યારેય પણ બેડરૂમમાં ના લગાવી જોઈએ. 

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવો ત્યારે તે ઘોડા શાંત હોવા જોઈએ. ઘરમાં આક્રમક ઘોડાની પેઈન્ટિંગ ના લગાવવી. સાત સફેદ ઘોડા શાંતિપૂર્ણ અભિવ્યક્તિની સાથે વાસ્તુ ચલાવે છે અને સમૃદ્ધિ તથા સૌભાગ્ય લાવે છે. 
  • સફેદ રંગ શાંતિનું પ્રતિક છે, જે સફળતા અને વિકાસને પ્રોત્સાહન આપે છે. આ પેઈન્ટિંગમાં ધોડા સફેદ હોવા જોઈએ. 
  • ક્યારેય પણ એકલા દોડતા ઘોડાની પેઈન્ટિંગ ના લગાવવી. 
  • ઘોડાનું મોઢું અંદરની તરફ હોવું જોઈએ અને લગામ બાંધેલી હોવી જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ