બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Settlement between Jairaj Singh and Sahadev Singh in Gondal

રાજકોટ / ગોંડલમાં રિબડા જુથને ઝટકો, ચૂંટણી બાદ જયરાજસિંહ જૂથે પાર પાડ્યું સિક્રેટ સમાધાન ઓપરેશન, સત્તા તરફ ઝૂક્યા સહદેવસિંહ

Dinesh

Last Updated: 11:58 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો; લાંબા ઘમાસાણ બાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું છે

  • ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો
  • જયરાજસિંહ-સહદેવસિંહ વચ્ચે સમાધાન
  • વિધાનસભાની ચૂંટણી સમયે વકર્યો હતો વિવાદ

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલે વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું છે. તેમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા કારોબારીના ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા હવે એકબીજાનું સમાધાન થયું છે.


રાજકોટના ગોંડલ બેઠક પર વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો હતો અને ક્ષત્રિય આગેવાનોમાં જુથવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે મહારમખાણ સર્જાયું હતું. અને જયરાજસિંહ જુથ અને અનિરુદ્ધસિંહ જુથ વચ્ચે ખુલ્લેઆમ ધમકીઓનો દોર શરૂ થઈ ગયો હતો. ચૂંટણી પહેલા રીબડા જૂથે   સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માગી હતી જેની સામે જયરાજસિંહે તેમની પત્ની એટલે કે ગોંડલના ચાલુ ધારાસભ્ય માટે ટિકિટની દાવેદારી કરી હતી ત્યાર બાદ સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવતા રાજકારણ ગરમાયું હતું. ભાજપે જયરાજસિંહ જુથ પર ભરોસો યથાવત રાખ્યો હતો અને ટિકિટ આપી હતી જેની સામે જયરાજસિંહના પત્ની ગીતાબા વિધાનસભા ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી હતી

ચૂંટણી સમાપ્ત થતાંની સાથે જ હવે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરાઇ રહ્યો છે કે જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું છે. દેખીતી રીતે આ સમાધાનમાં સત્તા તરફનો ઝુકાવ જોવા મળે છે તો બીજી બાજુ આ સમાધાનથી રિબડા જુથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ