બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sensex today 13 august 2019 sensex and nifty opens in green

શેર બજાર / સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી પણ 11 હજારના સ્તરથી નીચે

Published By: Mehul

Last Updated: 04:36 PM, 13 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયો. વૈશ્વિક કારણોને લીધે એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ અને આઇટીસી જેવી મોટી કંપનીઓના શેયર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સમાં 600 પોઇન્ટના ઘટાડા સાથે 37000ના નીચલા સ્તરે પહોંચ્યો તો નિફ્ટી 176 પોઇન્ટના ઘટાડા સાથે 10933 પર આવી ગયો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેયર્સ વાળો સેન્સેક્સ 173.25 પોઇન્ટના ઉછાળ સાથે 37,755.16 પર ખુલ્યો હતો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 29.75 પોઇન્ટની વૃદ્ધિ સાથે 11,139.40 પર શરૂઆત કરી હતી. 

સેન્સેક્સ પર એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ. મારુતિ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી અને આઇટીસી મોટી કંપનીઓના શેયર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો. યસ બેન્કના શેયર્સ 52 સપ્તાહના નીચલા સ્તરે પહોચ્યો હતો. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેયર્સને દાયકાની સૌથી મોટી છલાંગ લગાવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સોમવારે ખુદને 18 મહીનામાં દેવા મુક્ત બનાવવા, તે અને પેટ્રોરસાયન વેપારમાં 20 ટકા હિસ્સો સાઉદી અરબની કંપની અરામકોને વેચવા અને આવતા મહીને જિયો ફાઇબરની શરૂઆત કરવાની જાહેરાતને પગલે તેના શેયર્સમાં મોટો વધારો નોંધાયો છે. 

ગ્લોબલ ગ્રોથમાં મંદીની સાથે દુનિયાભરમાં વ્યાજમાં ઘટાડાના સિલસિલો શરૂ થયા બાદ ગોલ્ડમાં તેજીનો માહોલ બન્યો છે. સોનાની કિંમત પોતાના ઉચ્ચ સ્તરે પહોંચવા સાથે  નવો રેકોર્ડ નોંધ્યો છે. આજે એમસીએક્સ પર ઓક્ટોબર ગોલ્ડ ફ્યૂચર્સ 0.70 ટકાના વધારા સાથે 38525ના સ્તરે પહોંચ્યો.

જ્યારે દિલ્હીમાં સોમવારે સ્પોટ માર્કેટમાં સોનાની કિંમત 38,470 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગઇ. એક્સપર્ટસનું માનવું છે કે તહેવારોની સીઝનમાં ગોલ્ડ 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી આગળ જઇ શકે છે. ગત એક મહીનામાં જ ઘરેલૂ બજારમાં ગોલ્ડની કિંમતમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Gold NSE bse nifty sensex Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ