બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Senior citizen stopped CM siddarmaiah car for resolving the traffic parking issue

કર્ણાટક / બોલો! આ રાજ્યમાં CMથી પડોશી કંટાળ્યા, કાફલો રોકાવીને કરી બબાલ- કહ્યું આ શું બકવાસ છે...

Vaidehi

Last Updated: 04:53 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં CM સિદ્ધારમૈયાની કાર જેવી તેમના ઘરની બહાર નિકળી, પાડોશીએ હોબાળો મચાવ્યો. કહ્યું, 'અમે કંટાળી ગયાં છીએ.'

  • કર્ણાટકનાં CM  સિદ્ધારમૈયાનાં ઘરની બહાર હોબાળો
  • પાડોશીએ કહ્યું, 'આ શું બકવાસ છે?'
  • પાર્કિંગનાં મુદે પાડોશીએ કરી ફરિયાદ

કર્ણાટકનાં CM સિદ્ધારમૈયાનાં ઘરની બહાર ગુરુવારે એક ચોંકાવનારી ઘટના બની. મુખ્યમંત્રીનાં એક પાડોસીએ જ સિદ્ધારમૈયાની કારને રોકી દીધી અને ઘણું સંભળાવ્યું. થયું એવું કે જ્યારે CM સિદ્ધારમૈયા પોતાના ઘરની બહાર નિકળ્યાં તો મુખ્યમંત્રી આવાસની સામેનાં ઘરમાં રહેતાં એક વરિષ્ઠ નાગરિકે તેમની કારને રોકી. કથિત ધોરણે તેમણે સિદ્ધારમૈયારનાં મહેમાનોનાં કારણે તેમના પરિવારને થતી પાર્કિંગની સમસ્યાઓનાં સમાધાનની માંગ કરી હતી.

'અમે કંટાળી ગયાં છીએ'
આ નાગરિકનું નામ નરોત્તમ છે. મુખ્યમંત્રીની કાર જેવી બહાર નિકળે છે તેવા એ નાગરિક કારની સામે આવી જાય છે અને પોતાનો ગુસ્સો કાઢે છે. વ્યક્તિએ ફરિયાદ કરતાં કહ્યું કે સિદ્ધારમૈયાથી મળવા આવતાં લોકો પોતાના વાહનો જ્યાં-ત્યાં પાર્ક કરી દે છે જેના લીધે તેમને અને તેમના પરિવારને પોતાનું વાહન બહાર નિકાળવું અઘરું પડી જાય છે. તેમણે કહ્યું કે, 'છેલ્લાં 5 વર્ષોથી આ શું બકવાસ થઈ રહી છે? અમે કંટાળી ગયાં છીએ.'

'આ શું બકવાસ છે'
નરોત્તમે CMને કહ્યું કે, 'આ શું બકવાસ છે. કોઈ ટ્રાફિક ડિસિપ્લિન નથી.અમારા ઘરની અંદર કોઈ આવી નથી શકતું. તેઓ ઘરની સામે પાર્ક કરે છે. અમે 5 વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છીએ. દરરોજ સવારે મને સિદ્ધારમૈયાનં ઘરની પાસે આવવું પડે છે અને તે વાહનનાં માલિકને શોધવું પડે છે જેમણે ગેટની પાસે કાર પાર્ક કરી છે. સિદ્ધારમૈયા ફરી મુખ્યમંત્રી બન્યા એ સાથે તેમને મળવા આવતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.'

સિદ્ધારમૈયાએ આદેશ આપ્યાં
પાર્કિંદ મુદે પાડોશીની વાત સાંભળ્યાં બાદ સિદ્ધારમૈયાએ પોતાના ઘર પર તૈનાત સુરક્ષાકર્મીઓને આ મામલા અંગે તપાસ કરવા અને પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવવાનાં આદેશ આપ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધારમૈયા હજુ સુધી મુખ્યમંત્રીને ફાળવવામાં આવતાં બંગલામાં શિફ્ટ નથી થયાં. તે પોતાના જૂના બંગલામાં જ વાસ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ