ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / self isolation i have found some freedom says mary kom

સ્પોર્ટ્સ / કોરોનાની અસર: સ્ટાર બોક્સર મેરીકોમ પાસેથી દરેક મમ્મીએ આ બાબત શીખવા જેવી

Published By: Intern

Last Updated: 04:08 PM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત બોક્સર એમસી મેરીકોમે કહ્યું કે કોવિડ-19 મહામારીથી બચવા તેને પોતાને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ કરી દીધા છે, પરંતુ તેમ છતાં તેઓ ખુશ છે. મેરીકોમ કહે છે કે પોતાને અલગ રાખીને, તેણે સ્વતંત્રતાની નવી વ્યાખ્યાનો અહેસાસ કર્યો છે.

ADVERTISEMENT

  • કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયા પાંચ મૃત્યુ
  • જોર્ડનથી પરત આવેલી મેરી કોમ સેલ્ફ આઈસોલેશનમાં  
  • સ્વતંત્રતાની ભાવના અનુભવાઈ રહી છે : મેરી કોમ 

અત્યાર સુધીમાં, કોરોના મહામારીથી 9,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને વિશ્વભરમાં 200,000 થી વધુ લોકો સંક્રમિત થયા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચ મૃત્યુ થયા છે અને કુલ 200 સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાંથી 20 લોકો હવે ઠીક થઈ ગયા છે.

આ મહિને જોર્ડનથી પરત આવેલી મેરી કોમ સેલ્ફ આઈસોલેશનમાં છે અને દિલ્હીમાં પોતાના ઘરે રહે છે. અમ્માનમાં એશિયન ઓલંપિક ક્વોલિફાયર દરમિયાન, તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, સાથે જ બીજો ઓલિમ્પિક કોટા પણ મેળવ્યો હતો.

મેરીકોમે પીટીઆઈથી કહ્યું, 'હું મારા ઘરે આરામ કરું છું. લગભગ એક મહિના સુધી મારા બાળકો સાથે કસરત કરીને અને રમીને મારી ફિટનેસની કાળજી લઈશ.

મેરીકોમે કહ્યું, 'આ આઈસોલેશનની સારી પદ્ધતિ છે. હું કઈ પણ વિચાર કર્યા વગર મારા પરિવાર સાથે છું. હું તમને બધાને અપીલ કરું છું કે ગભરાશો નહીં, અને શક્ય હોય તો તમારા ઘરે રોકાઈને પરિવાર વચ્ચે સમય પસાર કરો.

તદુપરાંત તેને કહ્યું, 'જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મને આ સ્વતંત્રતાની ભાવના અનુભવાઈ રહી છે. હું અત્યારે દૈનિક કાર્યક્રમનો તણાવ અનુભવી રહી નથી.

છ વખતથી વિશ્વ ચેમ્પિયન મેરી કોમ રાજ્યસભાની સાંસદ પણ છે. તેણે કહ્યું, 'મારો આઈસોલેશન આ મહિનાના અંત સુધી છે.' તેણે કહ્યું, 'હું જાણું છું કે મારા બાળકો ખૂબ ખુશ છે, તેને તેની માં 10-15 દિવસ માટે મળી ગઈ અને તે પણ કોઈ અવરોધ વગર. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Freedom Mary Kom self isolation આઈસોલેશન કોરોના વાયરસ મેરીકોમ સ્વતંત્રતા sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ