બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 11:57 AM, 2 January 2021
મુકેશ અંબાણી પર 15 જ્યારે રિલાયન્સ પર 25 કરોડનો દંડ
આ હેરાફેરીને લઇને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ અને મુકેશ અંબાણીની સાથે-સાથે બે અન્ય એકમો પર 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય નવી મુંબઇ સેઝ પ્રાઇવેટ લિમિટેડથી 20 કરોડ રૂપિયા અને મુંબઇ સેઝ લિમિટેડને 10 કરોડ રુપિયાનો દંડ ભરવા અંગે જણાવામાં આવ્યું છે.
શેર કારોબારમાં હેરાફેરીનો મામલો
આ મુદ્દો નવેમ્બર 2007માં RPL શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે. આ પહેલા RIL એ માર્ચ 2007માં RPLમાં 4.1 ટકા ભાગીદારી વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ સુચિબદ્ધ પેટા કંપનીઓનું ત્યારબાદ 2009માં RIL સાથે વિલીનીકરણ કરી દેવામાં આવ્યું.
ADVERTISEMENT
સેબીએ કરી આ ટિપ્પણી
આ મામલે સુનાવણી કરનાર સેબી અધિકારી બી જે દિલીપે પોતાના 95 પાનાના આદેશમાં કહ્યું કે સિક્યોરીટીઝના જથ્થા અથવા કિંમતમાં થતી ગડબડી હંમેશા માર્કેટમાં રોકાણકારોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે અને માર્કેટમાં હેરાફેરીમાં સર્વાધિક પ્રભાવિત થાય છે.
સેબીએ કહ્યું - રોકાણકારોને થયું નુકસાન
સેબીના આદેશમાં જણાવામાં આવ્યું છે કે આ મામલામાં રોકાણકારોને આ વાતથી પરિચિત ન હતા કે વાયદા તેમજ વિકલ્પ ખંડમાં ડીલની પાછળ એકમ RIL છે. છેતરપીંડિવાળા કારોબારમાં રોકાણ તેમજ વિકલ્પ બંનેમાં RPLની સિક્યોરિટીઝના ભાવ પર અસર પડી અને અન્ય રોકાણકારોના હિતમાં નુકસાન પહોંચ્યું.
રિલાયન્સે ન આપી કોઇ પ્રતિક્રિયા
સુનાવણી અધિકારીએ કહ્યું કે કારોબારમાં ગડબડીસાચી કિંમત બહાર આવતી નથી. તેઓએ કહ્યું કે મારો વિચાર છે કે ગડબી કરવામાં આવતા કામો સામે કડકાઇથી કામ લેવું જોઇએ જેથી શેર બજારમાં આ પ્રકારની ગતિવિધિઓને રોકી શકાય. આ અંગે હાલ હજી RILમાંથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT