બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગૂગલ પર આ 4 વસ્તુ બિલકુલ સર્ચ ન કરતાં, થઈ શકે છે જેલ, દંડ તો ખરો જ
Last Updated: 04:46 PM, 18 September 2024
Google ના નામથી અત્યારે કોઈ વ્યક્તિ અજાણ નથી. કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો દરેક વ્યક્તિ Google સર્ચ એન્જીનનો ઉપયોગ કરે છે. એટલું જ નહી કંઇક સર્ચ કરીએ તો પણ Google કર્યું એમ બોલીએ છીએ. આ પ્લેટફોર્મ પર તમારે કોઈ પ્રકારની માહિતી જોઈતી હોય તે ગુગલ પર મળી રહે છે. જો તમે પણ આવું માનતા હોય તો ચેતી જજો. કારણ કે કઈ પણ સર્ચ તો કરી શકાય છે પરંતુ તેમાં અમુક ચીજો સર્ચ કરવાથી જેલની સજા પણ થઈ શકે છે.
ADVERTISEMENT

હકીકતમાં તો ગુગલ પર તમે કંઈ પણ સર્ચ કરી શકો છો પરંતુ ઘણી એવી ચીજો છે કે જે ગુગલ પર સર્ચ કરવાની મનાઈ છે, છતાં પણ તમે સર્ચ કરો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુ ગુગલ પર સર્ચ કરવાથી જેલની સજા થઈ શકે છે.
ADVERTISEMENT

શું સર્ચ કરવાથી થાય છે જેલ?
ADVERTISEMENT
ગુગલ પર જો તમે ભૂલથી પણ બોમ્બ બનાવવાની પદ્ધતિ કે આ જ પ્રકારની બીજી કોઈ વસ્તુ સર્ચ કરો છો તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. આવા કેસમાં પોલીસ તમને પકડીને જેલમાં પણ પૂરી શકે છે. આ સિવાય તમે કોઈ ફિલ્મ પાઇરેટ કરવા બાબતે સર્ચ કંઈ સર્ચ કરો છો તો તમને 3 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો ફાઈન પણ લાગી શકે છે.
વધુ વાંચો: શું તમે પણ થઇ રહ્યાં છો OTP ફ્રોડનો શિકાર, તો ચેતી જજો! સરકારી એજન્સીએ આપી આ સેફ્ટી ટિપ્સ
ADVERTISEMENT
ગુગલ સર્ચને લઈને ભારતના નિયમો
ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને નિયમો ખુબ કડક છે. એટલા માટે જો તમે ગુગલ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત કંઈ પણ સર્ચ કરો છો તો તમારે જેલ પણ જવું પડી શકે છે. ભારતમાં પોક્સો એક્ટ 2012ના કલમ 14 હેઠળ જેલ પણ થઇ શકે છે. જેમાં 5 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની જેલની સજા ફટકારી શકે છે. આ સિવાય ગર્ભપાતને લઈને કઈ સર્ચ કરો છો તો પણ તમારા પર કાર્યવાહી થઇ શકે છે.
ADVERTISEMENT
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.