બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Scotland beat West Indies by 7 wickets in World Cup Qualifiers, West Indies fails to qualify for the 2023 ODI World Cup

ક્રિકેટ / વર્લ્ડ કપ ઈતિહાસમાં મોટો ઉલટફેર, પહેલી વાર વેસ્ટ ઈન્ડીઝ બહાર ફેંકાયું, આ ટીમે કરી દેખાડ્યો 'ચમત્કાર'

Hiralal

Last Updated: 08:04 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વાર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ક્વોલિફાયર્સમાં સ્કોટલેન્ડે 7 વિકેટથી હરાવી દેતા વેસ્ટ ઈન્ડીઝ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું છે.

  • વેસ્ટ ઈન્ડીઝ નહીં રમે વર્લ્ડ કપ
  • ક્વોલિફાયર્સમાંથી સ્કોટલેન્ડે 7 વિકેટથી હરાવ્યું
  • વેસ્ટ ઈન્ડીઝને બદલે હવે સ્કોટલેન્ડ રમશે 

વનડે વર્લ્ડ કપ 2023 પહેલા આખરે જેની બીક હતી તે જ થયું છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત વિન્ડિઝ વિના જ આ ટુર્નામેન્ટનું આયોજન થશે. 48 વર્ષ પહેલા ક્રિકેટ ઈતિહાસનો સૌપ્રથમ વર્લ્ડ કપ જીતનારી વિન્ડિઝની ટીમ પહેલી વખત વર્લ્ડ કપનો હિસ્સો બનવાની નથી. વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં સ્કોટલેન્ડ સામે 7 વિકેટથી મળેલી હાર સાથે જ વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં પહોંચતા પહેલા જ બહાર થઈ ગયું હતું.

ક્વોલિફાયરમાં વેસ્ટ ઈન્ડીઝ 7 વિકેટથી હરાવ્યું 
ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાના રૂપમાં બે પૂર્વ ચેમ્પિયન અને મજબૂત ટીમોને ઘણી નાની ટીમોનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટના પ્રારંભ અગાઉ બંને ટીમો આસાનીથી ક્વોલિફાય થઈ જશે તેમ મનાતું હતુ. 

શ્રીલંકા વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શકે 
શ્રીલંકા વર્લ્ડ કપની ટિકિટ મેળવવાના આરે છે, પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડયો. સ્કોટલેન્ડે પ્રથમ બોલિંગ કરી અને શરૂઆતમાં જ વેસ્ટ ઇન્ડીઝને ધ્વસ્ત કરી દીધું. ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહેલા ઓલરાઉન્ડર બ્રેન્ડન મેકમુલન (3/32)એ પોતાની પહેલી ત્રણ ઓવરમાં જ વેસ્ટ ઈન્ડિઝના ટોપ 3 બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધાં હતા. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 21મી ઓવર સુધીમાં 81 રન થઈ ગયો હતો, જ્યારે 6 વિકેટ પડી હતી. અહીંથી જેસન હોલ્ડર (45) અને રોમેરિયો શેફર્ડ (36)એ ટીમને સંભાળી હતી. બંને વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝને થોડી આશા દેખાઈ હતી પરંતુ તે પૂરતી નહતી. બંને બેટ્સમેન સતત બે ઓવરમાં આઉટ થઈ ગયા હતા અને ટૂંક સમયમાં જ આખી ટીમ 181 રનમાં જ ખખડી ગઈ હતી.

સ્કોટલેન્ડે ઈતિહાસ રચ્યો
5 ઓક્ટોબરથી ભારતમાં શરુ થતાં વનડે વર્લ્ડ કપમાં હવે વેસ્ટ ઈન્ડીઝને બદલે સ્કોટલન્ડની ટીમ રમતી દેખાશે. 

ICC ODI World Cup 2023 પર એક નજર
- 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ 
- 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ 
- 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
- 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ, 16 નવેમ્બરે કોલકાતામાં બીજી અને 19મીએ અમદાવાદમા ફાઈનલ 
- કુલ 10 દેશો લેશે ભાગ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ