બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Scam in Corona death assistance in Dehgam, Applicants produced certificates

ષડયંત્રનો પર્દાફાશ / દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં કૌભાંડ: મેડિકલ ઓફિસરના જ ખોટા સિક્કા મારી દીધા, 30 વિરૂદ્ધ ફરિયાદ, 13ની ધરપકડ

Malay

Last Updated: 10:32 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં કૌભાંડ, 30 જેટલા અરજદારોએ 50 હજારની સહાય મેળવવા માટે મેડિકલ ઓફિસરના બનાવટી સર્ટિફિકેટ કર્યા રજૂ.

  • દહેગામમાં કૌભાંડનો પર્દાફાશ
  • કોરોના મૃત્યુ સહાયમાં થયું કૌભાંડ 
  • 30 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ 

સરકારી સહાય મેળવવાનું કૌભાંડ: દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં મોટું કૌભાંડ થયું હોવાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના મૃત્યુ સહાય કૌભાંડમાં 30 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પોલીસ દ્વારા 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડના તાર સાબરકાંઠા અને તલોદ સુધી જોડાયેલા છે. હાલ પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

ફાઈલ ફોટો

રાજ્ય સરકારે આપ્યો હતો તપાસનો આદેશ 
ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે પરિવારના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના માટે રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. ત્યારે આ સહાય મેળવવા માટે જેમના કોરોનાને બદલે અન્ય બીમારીઓથી મૃત્યુ થયા હોય તેવા મૃતકોના પરિજનોએ પણ અરજી કરી હતી. જે બાદ રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. 

30 અરજદારોએ નકલી સર્ટિફેકટ કર્યા રજૂ
તપાસ દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સરકારી સહાય મેળવવાનું કૌભાંડ સામે આવતા હડકંપ મચી ગયો છે. દહેગામ તાલુકાના અલગ અલગ ગામોના 30 જેટલા અરજદારોએ 50 હજારની સહાય માટે મેડિકલ ઓફિસરના ખોટા સિક્કા અને સહીવાળા સર્ટિફિકેટ બનાવી રજૂ કર્યા હતા અને સરકાર તરફથી મળતી રૂ. 50 હજારની સહાય મેળવી લીધી હતી.  

મામલતદારે પ્રમાણપત્રોની કરાવી હતી ખરાઈ
જે બાદ દહેગામના મામલતદારને આ અંગેની જાણ થતાં તેમણે વારસદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રોની ખરાઈ કરાવી હતી. જેમાં 30 જેટલા મૃતકોના વારસદારોએ ખોટા સહી સિક્કા વાળા પ્રમાણપત્રો રજૂ કરી સહાય મેળવી હોવાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. 

દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
નાયબ મામલતદાર કૌશલકુમાર ચૌધરીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા મેડિકલ સર્ટિફિકેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાણોદાનું હોવાનું સામે આવ્યું હતું. જેથી ટીમ મેડીકલ ઓફિસર પાસે પહોંચી હતી. જે બાદ મેડિકલ ઓફિસર દ્વારા  મૃતકોના નામ સાથેની વિગતો તપાસ કરવામાં આવતાં આવા કોઈ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. 

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો​​

તમામને અપાશે નોટિસ 
જે બાદ હાલ 30 જેટલા અરજદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નકલી સર્ટિફેકટ બનાવી સહાય મેળવનારા વારસદારો સામે કાર્યવાહી કરવા તૈયારી તેજ કરી દેવામાં આવી છે. વારસદારોને સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ સહિત રિકવરી માટે નોટિસ આપવામાં આવશે. સાથે જ આ ફોર્મની ફરીથી ચકાસણી પણ કરવામાં આવશે. 

સાબરકાંઠામાં પણ થયું હતું કૌભાંડ
મહત્વનું છે કે, 6 મહિના અગાઉ સાબરકાંઠા જિલ્લામાંથી પણ આવું જ કૌભાંડ સામે આવ્યું હતું. 6 મહિના પહેલા સાબરકાંઠાના તલોદ તાલુકામાંથી બહાર આવેલ કૌભાંડમાં દહેગામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. ત્યારે આ શખ્સની આ કૌભાંડમાં પણ સંડોવણી હોવાનું સામે આવી શકે છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ