બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sbi hikes base rate by 10 bps to 7 55 percent wednesday check details

જરૂરી વાત / SBIના ગ્રાહકોને મોટો ઝટકો! બેન્કે લોન પર વ્યાજદરને લઈને લીધો મોટો નિર્ણય

Arohi

Last Updated: 07:20 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક SBIએ વ્યાજદરોમાં વધારાનું એલાન કર્યું છે. નવા દરો બુધવારે એટલે કે આજથી લાગુ થશે.

  • SBIના ગ્રાહકોને મોટો ઝટકો 
  • SBIએ વ્યાજદર વધારવાની જાહેરાત કરી
  • આજથી જ લાગુ થશે નવા વ્યાજદર

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ વ્યાજદર વધારવાની જાહેરાત કરી છે. બુધવારે એટલે કે આજે નવા વ્યાજદર લાગુ થઈ ગયા છે. હવે ગ્રાહકોને નવા વ્યાજદરો 0.10 ટકાના હિસાબથી આપવાના રહેશે. 

તેની સાથે બેન્કે પ્રાઈલ લેન્ડિંગ રેટને પણ વધારવાનો નિર્ણય કર્યો છે અને આ 10 ટકાથી 12.30 ટકા કરી દેવામાં આવ્યું છે. ત્યાં જ બેસ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે નવા દર 7.55 ટકા હશે. 

ગ્રાહકોને મોટો ઝટકો 
બેસ રેટ વધવાની અસર વ્યાજદરો પર પડશે. બેસ રેટમાં વધારો થવાથી વ્યાજદર પહેલાથી મોંઘુ થઈ જશે જેનાથી લોન લેનાર ગ્રાહકોને વધુ વ્યાજ આપવાનું રહેશે. તમને જણાવી દઈએ કે બેસ રેટ નક્કી કરવાનો અધિકાર બેન્કોના હાથમાં હોય છે. કોઈ પણ પ્રાઈવેટ અથવા સરકારી બેન્ક બેસ રેટના નીચે લોન ઓફર નથી કરી શકતી. પ્રાઈવેટ અને સરકારી બેન્ક બેસ રેટને સ્ટાન્ડર્ડ માને છે. તેના આધાર પર લોવ પર વ્યાજ વગેરે નક્કી કરવામાં આવે છે. 

માર્જિનલ કોસ્ટમાં નથી થયો કોઈ ફેરફાર 
એસબીઆઈએ જણાવ્યું કે તે દરેક સમયગાળાના લેડિંગ રેટને માર્જિનલ કોસ્ટમાં કોઈ ફેરફાર નથી કર્યા. આ રેટ પોતાની પહેલની જેમ બની રહેશે. તમને જણાવી દઈએ કે એસબીઆઈની હોમ લોન સેક્ટરમાં મોટો ભાગ છે. એસબીઆઈના માર્કેટમાં કુલ 34 ટકા પર કબ્જો છે. 

મહત્વનું છે કે SBI લગભગ 5 લાખ કરોડ સુધીની લોન આપી ચુકી છે. ત્યાં જ SBI 2024 સુધી આ આંકડાને 7 લાખ કરોડ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate Hike SBI વ્યાજદરમાં વધારો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા SBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ