બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 52 ટકાથી વધુ ભરાયો, 206 જળાશયોમાં 34 ટકાથી વધારે પાણી

જળસંગ્રહ / ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 52 ટકાથી વધુ ભરાયો, 206 જળાશયોમાં 34 ટકાથી વધારે પાણી

Last Updated: 12:35 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થવા પામી છે. જેથી સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૭૫,૬૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૫૮ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૯૧,૬૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૪.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-૨ તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતનાં કુલ 15 જળાશયોમાં 25.42 ટકા પાણીનો સંગ્રહ થયો

આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૪૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૭.૭૮ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૬૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૭.૭૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

વધુ વાંચોઃ ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા, 8 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ

વર્ષ 2023 માં કેટલા જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલેકે, વર્ષ ૨૦૨૩માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૬૦.૧૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૩.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૦.૬૬ ટકા, કચ્છના ૨૦માં ૬૩.૮૫ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો. તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એ

સંકળાયેલા મુદ્દાઓ

Reservoirs Narmada Dam Sardar Sarovar Dam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ