બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અઢી ટનની જમણી સુંઢવાળા ગણપતિજીની મુર્તિ, ગાયો ચરાવતા લોકોને આપ્યા હતા પહેલા દર્શન

દેવ દર્શન / અઢી ટનની જમણી સુંઢવાળા ગણપતિજીની મુર્તિ, ગાયો ચરાવતા લોકોને આપ્યા હતા પહેલા દર્શન

Last Updated: 06:11 AM, 24 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાગામનો વસવાટ થયો તે પહેલાથી ગામ પાસેના નાના ડુંગર પર ગણપતિજીનું નાનું મંદિર આવેલુ હતુ. વર્ષોથી અહિં આજુબાજુમાં રહેતા આદિવાસીઓ ગણપતિની પુજા અર્ચના કરતા હતા

સાપુતારા પાસે આવેલુ નવાગામ 1960માં આદિવાસીઓને સ્થાપિત કરવા વસાવવામાં આવ્યુ હતુ. નવાગામના વસવાટ પહેલાથી ગામની બાજુના નાના ડુંગર પર ગણપતિનું નાનું મંદિર આવેલુ હતુ. વર્ષોથી ધામધૂમપુર્વક ગણેશ ચતુર્થી ઉજવતા ગ્રામવાસીઓએ લોકફાળામાંથી મોટુ ગણેશ મંદિર બનાવી અષ્ટવિનાયક ગણપતિજીને બિરાજમાન કર્યા છે. કુદરતના ખોળે જ્યાં અફાટ સૌંદર્ય વેરાયેલુ છે તે ડાંગમાં આવેલા સાપુતારા પાસે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર 1960માં એક ગામ વસાવવામાં આવ્યુ હતું. નવાગામનો વસવાટ થયો તે પહેલાથી ગામ પાસેના નાના ડુંગર પર ગણપતિજીનું નાનું મંદિર આવેલુ હતુ. વર્ષોથી અહિં આજુબાજુમાં રહેતા આદિવાસીઓ ગણપતિની પુજા અર્ચના કરતા હતા. નાના ગણપતિ મંદિરના સ્થાપનનો ઈતિહાસ જોઈએ તો વર્ષો પહેલા આ સ્થળ પર આદિવાસી ગાયો ચરાવવા આવતા હતા ત્યારે તેમને એક પથ્થર મળ્યો હતો જે બિલકુલ ગણેશજીના આકાર જેવો લાગતા તેમણે નાનું મંદિર બનાવી ગણેશજીનું સ્થાપન કરી પૂજન અર્ચન ચાલુ કર્યા હતા જે હાલ પણ યથાવત છે.

d 2

સાપુતારા પાસે નવાગામમાં ગણપતિજી બિરાજમાન

નવાગામના લોકો વર્ષોથી દર વર્ષે ગણેશ જયંતિના દિવસે મોટા ઉત્સવનું આયોજન કરતા હતા અને પહેલેથી ગામ પાસેના ડુંગર પર ગણપતિનું મંદિર હતુ એટલે તેમણે ઉત્સવ માટે આવતા ફાળામાંથી મોટુ મંદિર બનાવવાનો વિચાર કર્યો. અને વર્ષ 2002માં સાપુતારાના નવાગામ વાસીઓએ લોકફાળો એકત્રિત કરી સુંદર અષ્ટવિનાયક ગણપતિજીના મંદિરનું નિર્માણ કરી ગણેશજીની મોટી પ્રતિમાનું સ્થાપન કર્યુ. ગણેશજીના નાના મંદિરને જ્યારે મોટુ બનાવવામાં આવ્યુ ત્યારે દાદાની જૂની બે ટનની મુર્તિ ખંડિત હોવાથી તેને તળાવમાં પધારાવવામાં આવી હતી અને અષ્ટવિનાયક ગણપતિજીની નવી જમણી સુંઢવાળી અઢી ટનની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ જે રાજસ્થાનમાં કાળા પથ્થરમાંથી બનાવડાવવામાં આવેલી છે. ગણપતિજીના દર્શને આવતા ભાવિકો દર્શન કરીને મંદિરના નીરવ શાંત વાતાવરણમાં બેસી શાંતિના અનુભવનો અહેસાસ કરે છે.

d 3

ભાવિકો દાદાના દરેક સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે

ગણપતિજીની મુર્તિના સુંદર શણગાર કરવામાં આવ્યા છે. સુંદર મુગટધારી ગણપતિજીએ એક હાથમાં કમળ ધારણ કર્યુ છે જે ભક્તોને પવિત્ર જીવન જીવવાની શીખ આપે છે. એક હાથમાં લાડુ છે તે તેમના ભક્તોના જીવનમાં મીઠાશ રહે તેવા આશીર્વાદ આપે છે, એક હાથમાં અંકુશ ધારણ કર્યુ છે અને વરદહસ્તથી ભક્તોને અભયદાન આપે છે. ગણપતિજીના મંદિર પરિસરમાં દાદાના અનેક રૂપ બિરાજમાન કરવામાં આવ્યા છે. ગર્ભગૃહમાં બિરાજમાન ગણપતિજીના દર્શન કરીને દર્શનાર્થીઓ મંદિરમાં પ્રદક્ષિણા કરે ત્યારે ગણેશજીના દરેક સ્વરૂપના દર્શન કરી શકે છે. પ્રદક્ષિણાપથ પર શ્રી સિદ્ધિવિનાયક, શ્રી વિધ્નેશ્વરાય, શ્રી વરદવિનાયક, શ્રી ચિંતામણી, શ્રી મહાગણપતિ અને શ્રી બાલેશ્વરદાદાના ગોખ બનાવવામાં આવ્યા છે. ભાવિકો દાદાના દરેક સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે.

d 1

આ પણ વાંચો: પાટણમાં પૂજાય છે હાઈકોર્ટ ઓફ કુણઘેર! ભાવિકોની ચૂડેલમાતામાં અતૂટ શ્રદ્ધા, ચુંદડીનું માતમ

PROMOTIONAL 12

ગાયો ચરાવતા લોકોને મળ્યો હતો ગણેશજીના આકારનો પથ્થર

કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. તેમ સાપુતારામાં ફરવા આવતા પર્યટકો પહેલા ગણપતિજીના મંદિરે દર્શન કરવા આવે છે અને પછી બીજા પોઈન્ટ પર જાય છે. ગણેશજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો દાદાના દર્શન કરી મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા સાંઈબાબાના નાના મંદિરમાં દર્શન કરી ધન્ય થાય છે. સાઈબાબાના મંદિરમાં શિરડીના મંદિર જેવી જ સાઈબાબાની મુર્તિના દર્શન કરી સ્થાનિક લોકો શિરડીમાં દર્શન કર્યાનો અહેસાસ કરે છે. ગણેશ જયંતિના દિવસે સાપુતારા અને તેની આજુબાજુના ગામવાસીઓ મળીને દાદાના મંદિરે મોટા મહોત્સવનું આયોજન કરી દિવસ દરમ્યાન દાદાની પૂજા અર્ચના કરે છે. અને આ દિવસે મંદિરે મોટો ભંડારો કરવામાં આવે છે જેનો લાભ નવાગામ અને આજુબાજુના ગ્રામવાસીઓ લઈ, જે લોકોની સાચી શ્રદ્ધાથી માનેલી મનોકામના પૂર્ણ થઈ હોય તે દાદાનો આભાર વ્યક્ત કરી નવી સકારાત્મક ઉર્જા સાથે ઘરે જાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ડાંગ જીલ્લાના નવાગામમાં બિરાજમાન ગણપતિજીની મુર્તિ સમગ્ર જીલ્લામાં સૌથી મોટી મુર્તિ છે. ગણપતિજીનું મંદિર બનાવ્યા બાદ કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણમાં દાદાના સાનિધ્યમાં રહેતા નવાગામના લોકોના જીવનમાં ખુશહાલી આવી હોવાની ગામના દરેક લોકોની અતૂટ આસ્થા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Ganapati Mandir Ganapatibapa Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ