બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:20 PM, 28 January 2026
ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર તા. 28 જાન્યુઆરીના રોજ મોટી દુર્ઘટના સર્જાવા પામી હતી. જેમાં નાસિકથી જોધપુર તરફ જઈ સૈન્યના જવાનોની ગાડી વળાંકમાં કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ગાડીમાં સવાર જવાનો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
પ્રાપ્ત વિગતો મુજબ, ભારતીય સેનાનો કાફલો મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ આગળ વધી રહ્યો હતો. કાફલાની એક ગાડીમાં સૈન્યની તોપ હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાપુતારાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા કપરા વળાંકો પરથી ઉતરતી વખતે ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ. અકસ્માતની જાણ થતાં તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT

વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ADVERTISEMENT
અકસ્માતની જાણ મળતાં જ સ્થાનિક લોકો મદદે પહોંચ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા જવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના શામગહાન સીએસસી સેન્ટર ખસેડવામાં આવ્યા હતા. જે બાદ જવાનોને વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ PHOTOS : અજિત પવારના પ્લેન ક્રેશના જુઓ ભયાનક ફોટા, જોઈને છળી મરાશે
ADVERTISEMENT
ઘાટ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો
અકસ્માત સર્જાતા ઘાટ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સૈન્યની શસ્ત્ર સામગ્રી પણ ટ્રકમાં હોઈ રુસક્ષાના ભાગરૂપે કડક પગલા લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.