બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / Sankatmochan place of Gujarat where the desire is fulfilled by sitting on a stone and walking round
Last Updated: 07:08 AM, 22 February 2024

ADVERTISEMENT
મહાભારતના સમય દરમિયાન પાંડવોએ પંચમહાલ જિલ્લાની ઘણી જગ્યાએ વનવાસ કરી સમય પસાર કર્યો હતો. પંચમહાલ જિલ્લાના ખડકી ગામ પાસે આવેલા હનુમાનજી મંદિરે પૌરાણિક કથા લખાયેલી છે. કહેવાય છે કે પંચમહાલના જંગલોમાં હેડંબાના ભાઈને વારંવાર સંકટો આવી પડતા હતા ત્યારે ભીમ હનુમાનજીને પ્રાર્થના કરતા અને હનુમાનજી તેમના સંકટો દૂર કરતા હતા. આ સમયે સંકટમોચન હનુમાનની સ્થાપના થઈ હતી.

ADVERTISEMENT
બે ચમત્કારિક પથ્થરો જેના ઉપર બેસીએ અને તે જાતે ગોળ ફરે તો મનોકામના પૂર્ણ થતી હોય તેમ તે સમયે સ્થાપિત થયુ હોવાની લોકવાયકા છે. બે પથ્થર પર બેસીને માનતા માનવાથી મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે તે પથ્થર ફરે તો સૌના દુઃખ દૂર થાય છે. આજે પણ પથ્થરો હયાત છે. જેના કારણે આ મંદિરનું નામ સંકટમોચન હનુમાન આપવામાં આવ્યું છે. ભાવિકોની મનોકામના માંગ્યા બાદ તેમના સંકટો દૂર થતા હોય છે. આ પૌરાણિક મંદિરે ભાવિકો પોતાની શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. ખડકી ગામ પાસે આવેલા સંકટ મોચન હનુમાનજીના મંદિરે આજે પણ સવાર સાંજ ભક્તો આવીને દર્શન કરે છે. અને ચમત્કારિક પથ્થર પર બેસીને પોતાની મનોકામના માંગે છે.

ADVERTISEMENT
સંકટ મોચન હનુમાનજીના મંદિરે વર્ષોથી ભાવિકો દૂર દૂરથી આવીને પૂજા અર્ચના કરે છે. નાનપણથી જ સંકટમોચન હનુમાન મંદિરે અતૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા સ્થાનિક દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા નિયમિત આવે છે. દાદાના મંદિરે મંગળવાર અને શનિવારે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડે છે. પોતાનો ધંધો રોજગાર વધારવા માટે પણ કેટલાક શ્રદ્ધાળુઓ માનતા માને છે. હનુમાનજીના ચમત્કારી પથ્થર પર બેસી ગોળ ગોળ ફરી ભાવિકો પોતાના દુઃખ દૂર થવાની શ્રદ્ધા રાખે છે. હનુમાન જયંતીના દિવસે મંદિરે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. દાદાના મંદિરનો મહિમા અપરંપાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.