બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડાંગરનો પાક નિષ્ફળ, દુકાનદારોને 10 લાખની સહાય જાહેર કરી તો અમે શું પાપ કર્યું ? VTV સમક્ષ ખેડૂતોએ ઠાલવી વ્યથા

ગુજરાત / ડાંગરનો પાક નિષ્ફળ, દુકાનદારોને 10 લાખની સહાય જાહેર કરી તો અમે શું પાપ કર્યું ? VTV સમક્ષ ખેડૂતોએ ઠાલવી વ્યથા

Published By: Nidhi Panchal

Last Updated: 02:41 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં ભારે વરસાદ બાદ પણ ખેતરોમાંથી પાણી હજુ સુધી ઓસર્યું નથી. ખેડૂતોનો પાક બરબાદ થતાં હવે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગ સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં ભારે વરસાદ બાદ અનેક દિવસ વીતી ગયા હોવા છતાં ખેતરોમાંથી પાણી હજુ સુધી ઉતર્યું નથી. ગામના ખેડૂતો માટે સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. અંદાજે 2000 વિઘા ખેતીની જમીન હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીની જમીન તળાવમાં ફેરવાઈ ગઈ હોવાથી ખેડૂતો સામે આર્થિક સંકટ ઊભું થયું છે અને હવે તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.

sanand

ખેડૂતોનું કહેવું છે કે વરસાદ પછી ગામની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે હજુ સુધી કોઈ રાજકીય આગેવાન કે જવાબદાર પ્રતિનિધિ ગામની મુલાકાતે આવ્યો નથી. નુકસાનનું પ્રમાણ ખૂબ મોટું હોવા છતાં ખેડૂતોની વ્યથા સાંભળવા કોઈ આગળ આવ્યું નથી. આ બાબતને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

એક વિઘા દીઠ ઓછામાં ઓછું ₹50 હજારનું નુકસાન

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલમાં એક વિઘા દીઠ ઓછામાં ઓછું ₹50 હજારનું નુકસાન થયું છે. ડાંગરની ખેતી માટે એક વિઘામાં માત્ર વાવેતર પાછળ જ ₹10થી ₹12 હજારનો ખર્ચ થાય છે. હવે ખેતરોમાં સતત 20થી 25 દિવસ સુધી પાણી ભરાયેલા રહે તો જમીન ખેતીલાયક નહીં રહે અને આગામી સિઝન સુધી કોઈ પાક લઈ શકાય તેવી સ્થિતિ નહીં રહે. પરિણામે ખેડૂતોને આખું વર્ષ આવક વિના પસાર કરવું પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

"અમારા ખેતરો પાણીમાં છે, હવે આવકનું કોઈ સાધન નથી"

ગામના ખેડૂતો વ્યથા વ્યક્ત કરતાં કહે છે, "અમારા ગામમાં હજારો ખેડૂતો છે અને લગભગ તમામ ખેડૂતોના પાકને નુકસાન થયું છે. હાલમાં કોઈ પણ ખેડૂત પાસે આવકનું કોઈ સાધન નથી. એક વિઘામાં ડાંગર વાવવા માટે 10થી 12 હજાર રૂપિયા ખર્ચ થાય છે. જો 20થી 25 દિવસ સુધી પાણી નહીં ઉતરે તો હવે આવતા વર્ષે જ ખેતી શક્ય બનશે. સરકારને અમારી એક જ વિનંતી છે કે ખેડૂતોને તાત્કાલિક સહાય અને વળતર આપવામાં આવે."
dangar-gam

ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે સરકારે અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો અને સુરતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાયની જાહેરાત કરી છે. દુકાનદારોને ₹10 લાખ સુધીની સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ ખેતીમાં ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે હજુ સુધી કોઈ રાહત જાહેર કરવામાં આવી નથી. ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે "જો દુકાનદારોને સહાય મળી શકે છે, તો ખેડૂતોનું શું દોષ છે? શું ખેડૂતોને સહાય મળવી ન જોઈએ?"

આ પણ વાંચો : 1900 વીઘામાં એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી... પાક નુકસાનીથી ખેડૂતો ભાવુક, લોદરીયાલમાં સહાય માટે માંગ

ડરણ ગામના ખેડૂતો રાજ્ય સરકારને અપીલ કરી રહ્યા છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને પાકને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર જાહેર કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ હજારો પરિવારોની રોજીરોટીનો પ્રશ્ન છે. જો સમયસર સહાય નહીં મળે તો આગામી ખેતીની સિઝન માટે પણ ખેડૂતો પાસે મૂડી નહીં રહે અને તેમની આર્થિક સ્થિતિ વધુ કથળશે. હાલમાં સમગ્ર ડરણ ગામ સરકારની સહાયની આશા સાથે રાહ જોઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crop Damage Sanand Rain Farmer Loss

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ