બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / salman khan brother in law aayush sharma car meets with an accident in mumbai

બોલિવૂડ / સલમાન ખાનના બનેવી આયુષ શર્માની 2 કરોડની કારનો ભયાનક એક્સિડન્ટ, ફેન્સ થયાં ચિંતાતુર

Dinesh

Last Updated: 06:31 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood news: જૂમરિપોર્ટ મુજબ સલમાન ખાનના જીજા આયુષ શર્માની કારનો અકસ્માત ખાર જિમખાના પાસે સર્જાયો હતો

  • સલમાનના જીજાજી આયુષ શર્માની ગાડીનો અકસ્માત
  • ગાડીમાં એક્ટર આયુષ સવાર ન હતો
  • આયુષની ગાડી તેમના ડ્રાઈવર પાસે હતી


બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સલમાનના જીજાજી આયુષ શર્માની ગાડીનો મુંબઈમાં કોર અકસ્માત થયો છે. આ સમાચાર સામે આવ્યા પછી સૌ કોઈ પરેશાન છે. સાથો સાથ સલમાન અને આયુષના ચાહકો માટે ચિંતા છવાઈ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છે કે, તે ગાડીમાં એક્ટર આયુષ સવાર ન હતો. આયુષની ગાડી તેમના ડ્રાઈવર પાસે હતી

કારમાં સવાર આયુષ ન હતો
જૂમરિપોર્ટ મુજબ સલમાન ખાનના જીજા આયુષ શર્માની કારનો અકસ્માત ખાર જિમખાના પાસે સર્જાયો હતો. ઘટના દરમિયાન આયુષ તેની કારમાં સવાર હતો નહ. ગાડી ફક્ત તેનો ડ્રાઈવર સવાર હતો. રિપોર્ટ મુજબ જ્યારે આયુષનો ડ્રાઈવર કાર લઈને ગેસ સ્ટેશને તરફ જઈ રહ્યો હતો ત્યારે નશામાં ધૂત થયેલો અન્ય કાર ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર મામલે સલમાન ખાન કે આયુષ શર્માનો કોઈ નિવેદન સામે આવ્યો નથી

ટાઇગર 3ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
મનીષ શર્માની 'ટાઈગર 3' હિન્દીમાં રિલિઝ થઈ છે.  તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ. ટાઈગર 3માં શાહરૂખ ખાનનો પણ રોલ પણ છે. એટલે કે ફરી એકવાર શાહરૂખ ખાન અને સલમાન ખાન મોટા પડદા પર ફેન્સને એક સાથે જોવા મળી રહ્યાં છે. હાલમાં જ ટાઈગર-3નો નવો પ્રોમો રિલિઝ થયો હતો અને હવે ફિલ્મ પણ રિલિઝ થઈ છે. જેમાં સલમાન ખાન, કૈટરિના કૈફ અને ઈમરાન હાશ્મી જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મમાં ઈમરાન વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે. ઈમરાન હાશ્મી પહેલી વખત મોટા પડદા પર સલમાન ખાનની સાથે જોવા મળ્યા છે. ફિલ્મને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ