બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા એઆર મુરુગાદોસે ઈદ-ઉલ-ફિત્ર 2024ના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. સલમાન ખાનની નવી ફિલ્મ 'સિકંદર'ની જાહેરાત બાદ તેના ચાહકો અત્યારથી જ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ઈદ 2025ના અવસર પર સલમાન ખાન બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યા છે. ભાઈજાને 2010 થી 2023 સુધી ઈદ પર સતત તેના ચાહકોનું મનોરંજન કર્યું છે. જ્યારે આ વર્ષે તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, પરંતુ બોલિવૂડ સ્ટારની ફિલ્મ 2025માં ઈદના દિવસે રિલીઝ થશે.
ADVERTISEMENT
Iss Eid ‘Bade Miyan Chote Miyan’ aur ‘Maidaan’ ko dekho aur agli Eid Sikandar se aa kar milo…. Wish u all Eid Mubarak!#SajidNadiadwala Presents #Sikandar
— Salman Khan (@BeingSalmanKhan) April 11, 2024
Directed by @ARMurugadoss @NGEMovies @WardaNadiadwala #SikandarEid2025 pic.twitter.com/5NIYdjPP9P
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈદ-ઉલ-ફિત્રના અવસર પર, સુપરસ્ટાર સલમાન ખાને 'સિકંદર' નામના આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરીને ચાહકોને ઈદી તરીકે ખૂબ જ પ્રેમભર્યું સરપ્રાઈઝ આપ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, અભિનેતાએ ફિલ્મ નિર્માતા એ.આર. મુરુગાદોસ સાથે તેની નવી ફિલ્મની જાહેરાત કરતા રિલીઝની તારીખની સાથે સાથે પોસ્ટર પણ શેર કર્યું છે. સલમાન ખાને X પરપોતાના ચાહકોને ઈદની શુભકામનાઓ આપી અને આ ઈદ પર 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' જોવા અને 2025માં ઈદ પર સિકંદર જોવાનું કહ્યું છે.
ADVERTISEMENT
ફિલ્મ 'સિકંદર'ના મેકર સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાન ઘણા સારા મિત્રો છે. ફિલ્મની પોસ્ટ શેર કરતી વખતે બંનેએ લખ્યું, 'આ ઈદ, 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' જુઓ અને આગામી ઈદ પર આવીને સિકંદરને મળો..., તમને બધાને ઈદ મુબારક!' સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર' 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વધુ વાંચો: હવે નીતેશ તિવારીની રામાયણમાં રાવણ નહીં બને યશ, ઠુકરાવી દીધી 80 કરોડની ઑફર, જાણો કેમ
ADVERTISEMENT
'કિક', 'જુડવા' અને 'મુઝસે શાદી કરોગી' જેવી ફિલ્મોમાં તેમના બ્લોકબસ્ટર કામ પછી, સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા ફરી એકવાર સાથે કામ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે એઆર મુરુગાદોસે તેની હિન્દી ફિલ્મ 'ગજની'થી ડેબ્યૂ કર્યું હતું, જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. તેણે અક્ષય કુમારની ફિલ્મ 'હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઑફ ડ્યુટી'નું નિર્દેશન પણ કર્યું હતું. સલમાન ખાન છેલ્લે 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.