બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Sadhu Santos gave a statement about the life prestige of Ayodhya Ram temple

અયોધ્યા રામ મંદિર / અમદાવાદના દિલીપદાસજી, જગદગુરુ રામભદ્રાચાર્ય સહિત અનેક સંતો અયોધ્યામાં: જુઓ કોણે શું કહ્યું

Vishal Khamar

Last Updated: 12:09 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનેક સાઘુ સંતોના નિવેદનો સામે આવી રહ્યા છે.

  • જગદગુરુ રામભદ્રાચાર્યનું નિવેદન 
  • રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ વ્યક્ત કર્યો હર્ષ 
  • 'ભગવાન રામે મારી બંન્ને પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી'

 'આખું વિશ્વ રામમય થઇ ગયું હોય તેવો અનુભવ'
અમદાવાદ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. આખું વિશ્વ રામમય થઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. સંતોના ઈષ્યદેવ ભગવાન રામ છે. ક્યારેય કોઈએ કર્યું નહી હોય તેવું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. 

અયોધ્યામાં સ્થિત હનુમાનગઢીના મહંત રાજુદાસનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જેની સદીઓથી પ્રતિક્ષા કરી તે ઘડી આખરે આવી ગઈ છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આજે પહેલું મુહૂર્ત છે. આજથી રામ મંદિરમાં દેવતાઓનું આહ્વાન અને અનુષ્ઠાન શરૂ થયું છે. 

'500 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ પ્રાપ્ત થયો'
દુર્ગા વાહિનીના સ્થાપક સાધ્વી રૂતંભરાનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપ્યું હતું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ પ્રાપ્ત થયો છે. રામ મંદિર માટે દેશમાં હજારો લોકોએ કઠોર સંકલ્પ લીધા હતા. આપણી પેઢી આ દ્રશ્યની સાક્ષી બનશે તે ગૌરવની વાત છે. આખા વિશ્વના સનાતનીઓને ખુબ ખુબ શુભકામનાઓ..

'જાતિવાદ માટે રામમંદિર નથી બનાવાયું'
આધ્યાત્મિક ગુરૂ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન સામે આવ્યું છે. રામ જન-જનના છે, રામ આ દેશના પ્રાણ છે. જાતિવાદ માટે રામ મંદિર બનાવાયું નથી. શબરી અને નિશાદરાજજીનું પણ મંદિર બની રહ્યું છે. રામ મંદિર રામ ભક્તોની આસ્થા માટે બનાવાયું છે. 

જગદગુરૂ રામભદ્રાચાર્ય

'નિર્ણય પક્ષમાં આવ્યા બાદ કથામાં રામરાજ્ય અભિષેકનો ઉત્સવ કરવાની લીધી હતી પ્રતિજ્ઞા'  
જગદગુરૂ રામભદ્રાચાર્યનું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે મારી બંને પ્રતિજ્ઞાઓ ભગવાને પૂર્ણ કરી છે. રામ મંદિર અંગે નિર્ણય લેવાય તે બાદ અયોધ્યામાં કથા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન રામે મારી બંને પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ પરત ફર્યા તેવો જ અયોધ્યામાં માહોલ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ