ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Sad news Gujarati film maker and actor Ashish Kakkad no more

અવસાન / જાણીતા ફિલ્મમેકર અને એક્ટર આશિષ કક્કડનું કોલકાતામાં હાર્ટ અટેકથી નિધન

Published By: Hiren

Last Updated: 07:35 PM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, એક્ટર અને વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું હાર્ટ અટેકથી નિધન થયું છે. કોલકાતામાં આજે (2 નવેમ્બર) ઊંઘમાં જ હાર્ટ અટેક આવી જતા નિધન થયું છે. આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ કામ કર્યું છે.

ADVERTISEMENT

  • ગુજરાતી ફિલ્મ મેકર અને એક્ટર આશિષ કક્કડનું નિધન
  • કોલકાતામાં હાર્ટ અટેકથી અવસાન થયું
  • આશિષ કક્કડે ગુજરાતીની સાથે હિન્દુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું

ગુજરાતી અને હિન્દી ફિલ્મજગત માટે દુઃખદ સમાચાર આવ્યા છે. આજે ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર આશિષ કક્કડનું કોલકાતામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આશિષ કક્કડે પોતાની ફિલ્મ 'બેટર હાફ'થી નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આશિષ કક્કડ એક્ટર હોવા છતા પરદા પાછળના કાર્યોમાં વધુ રસ ધરાવતા હતા. તેમણે અભિનેતા તરીકે ફિલ્મ 'વિટામીન શી' અને 'પાઘડી'માં કામ કર્યું હતું. ડાયરેક્ટર તપન વ્યાસની ફિલ્મ ‘પાઘડી’માં આશિષ કક્કડે એક સરદારનું પાત્ર ભજવ્યું હતું. તેમણે 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. 

આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ 'બેયાર', 'વિટામિન શી', 'તમે કેવા' અને 'સૂર્યાંશ' સહિતને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 'કાઈ પો છે' અને 'લિયોન્સ બ્લ્યૂ' હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Ashish Kakkad Film Maker sad News આશિષ કક્કડ ડાયરેક્ટર ashish kakkad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ