બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / rules and remedies of lord ganesha worship

ધર્મ / ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કોઈ પણ કામ થશે પુરા

Arohi

Last Updated: 06:41 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદૂ ધર્મમાં પ્રથમ પૂજનીય માનવામાં આવતા ગણપતિની પૂજાથી જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. બુધવારના દિવસે કરવામાં આવતી પૂજાના જે ઉપાયને કરતા જ ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે તે જાણવા માટે વાંચો....

  • આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા 
  • પુરા થશે દરેક અટકેલા કામ 
  • ભગવાન ગણેશ વર્ષાવશે તેમની કૃપા 

રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની હિંદુ ધર્મમાં સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. ગણપતિને સુખકર્તા અને દુઃખહર્તા કહેવામાં આવે છે કારણ કે તેમની સાધનાથી જીવન સંબંધિત તમામ દુ:ખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કોઈપણ શુભ કાર્ય કે દેવી-દેવતાઓની પૂજાને સફળ બનાવવા માટે ભગવાન ગણેશની પૂજા તે પહેલા જરૂર કરવામાં આવે છે. જેથી તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. 

તમે જ્યારે ઈચ્છો ત્યારે ગણપતિની પૂજા કરી શકો છો. પરંતુ બુધવારે ગણેશ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કારણ કે આ દિવસ ગણપતિની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશની પૂજા સાથે સંબંધિત અચુક ઉપાય. 

ગણપતિ પૂજાના ઉપાય 

  • કોઈ પણ ભગવાનની પૂજા ત્યાં સુધી સંપન્ન નથી માનવામાં આવતી જ્યાં સુધી તેમને પ્રસાદ ન ચઢાવવામાં આવે. એવામાં ગણપતિની પૂજા કરતી વખતે તેમના સૌથી પ્રીય માનવામાં આવતા મોદક જરૂર ચઢાવો. જો સંભવ ન હોય તો તમે તેને ગોળ અથવા ગોળથી બનેલા માલપુઆ પણ ચઢાવી શકો છો. 
  • ગણપતિ પૂજાના સમયે ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે લાલ સિંદૂર, લાલ ફૂલ અને દૂર્વા ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ગણપતિજીને ખૂબ જ પ્રિય છે અને તેનો ઉપયોગ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
  • જો તમે કોઈ કારણસર બુધવારે ગણપતિ મંદિરમાં ન જઈ શકો અથવા તો તમને ભગવાન શ્રી ગણેશની કોઈ મૂર્તિ કે ચિત્ર ન મળે તો તમે ઘરે જ સોપારી પર નાડાછડી લપેટીને તેને ગણપતિ માનીને પ્રાર્થના કરી શકો છો.
  • જો તમારા જીવનમાં અડચણો ખૂબ આવે છે તો દર બુધવારે '‘ॐ गं गणपतये नम:' અથવા 'ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात्' મંત્રનો જાપ કરો અને ભગવાન ગણેશની સામે દીવો કરો.
  • સનાતન પરંપરામાં કાચા ચોખા એટલે કે અક્ષતનું ઘણું ધાર્મિક મહત્વ છે. ગણપતિ પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને પોતાની વિશેષ કૃપા વરસાવે છે.

ગણપતિ પૂજાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગણપતિજીને વિઘ્નોનો નાશ કરનાર કહેવામાં આવે છે. જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને બળ, બુદ્ધિ વિદ્યાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે કોઈપણ કાર્ય કરતા પહેલા સર્વશક્તિમાન ભગવાન ગણેશની પૂજા કરવાથી તે કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ