બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ! LPGથી Tatkal ટિકિટ સુધી શું બદલાશે? આજે જ જાણી લો
6 ફોટો ગેલેરી
Last Updated: 09:41 AM, 28 July 2026
1/6
જુલાઈ મહિનો પૂરો થવાને આરે છે અને ચાર દિવસમાં ઓગસ્ટનો નવો મહિનો શરૂ થશે, જે પોતાની સાથે અનેક મોટા ફેરફારો લઈને આવશે. આ ફેરફારોમાં, ઘરના રસોડામાં વપરાતા એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. તેલ માર્કેટિંગ કંપનીઓ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે, જેની સીધી અસર હવાઈ મુસાફરોનાં ખિસ્સાં પર પડી શકે છે. આ ઉપરાંત, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સંકળાયેલા શુલ્કમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો આવા પાંચ મુખ્ય ફેરફારો પર એક નજર કરીએ...
2/6
ઓગસ્ટની શરૂઆતમાં થનારા મુખ્ય ફેરફારોમાં સૌની નજર એલપીજી સિલિન્ડરના ભાવમાં થનારા ફેરફાર પર છે. 1 લી જુલાઈએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાની ભેટ આપી હતી. જોકે, કિંમતમાં આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે લાગુ પડતો હતો, જેના કારણે દિલ્હીમાં તેની કિંમત 3,113.50 રુપિયા થી ઘટીને 2,930 રુપિયા થઈ ગઈ એટલે કે તેમાં 183.50 રુપિયાનો ઘટાડો થયો. તેની સામે, 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. સિલિન્ડરના ભાવમાં થતો કોઈપણ ફેરફાર ઘરના બજેટને ખોરવી શકે છે.
3/6
તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) માટેના નવા દરો પણ જાહેર કરવામાં આવે છે. 1 લી ઓગસ્ટના રોજ પણ ATFના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે; આ દરોમાં થનારો કોઈપણ ઘટાડો કે વધારો હવાઈ મુસાફરીના ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે.
4/6
ઘણી બેંકો 1 ઓગસ્ટ, 2026થી તેમની સેવાઓ માટેના શુલ્કમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં 'ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક'નો પણ સમાવેશ થાય છે, જે તે તારીખથી ગ્રાહકો માટે SMS એલર્ટના શુલ્કમાં ફેરફાર લાગુ કરશે. હવે માસિક મર્યાદાને આધીન રહીને પ્રતિ SMS 30 પૈસાનું શુલ્ક લાગુ થશે. દરમિયાન, બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે, તેઓ ડેબિટ કાર્ડના મેન્ટેનન્સ ચાર્જ અથવા અન્ય સેવા શુલ્કમાં થયેલા કોઈપણ ફેરફાર અંગે બેંકનો સંપર્ક કરીને માહિતી મેળવી લો.
5/6
ઓગસ્ટ 2026ની શરૂઆતમાં ભારતીય રેલવેને લગતા એક નિયમમાં ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, 1લી ઓગસ્ટથી રેલવેની 'તત્કાલ' ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં ફેરફારો અમલમાં આવી શકે છે. આ ફેરફાર હેઠળ, ટોકન આપવાની પ્રક્રિયા તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાના સમય સાથે જ કરવામાં આવશે, જેનાથી રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભીડ ઘટાડવામાં મદદ મળશે. આનાથી મુસાફરો માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા પણ સરળ બનશે. હાલમાં, પહેલા ટોકન લેવા માટે અને ત્યારબાદ ટિકિટ બુક કરાવવા માટે લોકોને અલગ-અલગ સમયે કાઉન્ટર પર જવું પડે છે.
6/6
1 લી ઓગસ્ટથી અમલમાં આવનારા વિવિધ નાણાકીય ફેરફારોની સાથે GST સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર વ્યવસાયો, દુકાનદારો અને વેપારીઓ પર પડશે. અહેવાલો અનુસાર, કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે ઈ-ઈનવોઈસ અને ઈ-વે બિલ સિસ્ટમમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. આ નવા પગલાં હેઠળ, 'બિલ-ટુ-શિપ-ટુ' વ્યવહારો માટે 'શિપ-ટુ' GSTIN આપવું ફરજિયાત રહેશે; આ સિસ્ટમ GSTIN અને સ્ટેટ કોડ જેવી વિગતોની ચકાસણી પણ કરશે. આ ઉપરાંત, વ્યવસાયો પાસે હવે ઈ-વે બિલને સ્વેચ્છાએ બંધ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ