બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Hiralal
Last Updated: 04:20 PM, 13 February 2024
અમદાવાદમાં મોબાઈલ ચોરીની એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ચોરવા માટે આ ચોરોને 25000ની સેલેરી પણ મળતી હતી. એક ખાસ મોડસ ઓપરેન્ડીથી બન્ને મોબાઈલની ચોરી કરતાં હતા. ક્રાઈમ બ્રાન્ચે બે મોબાઈલ ચોરને ઝડપ્યાં છે જેમની પાસેથી 20 લાખના મોબાઈલ મળ્યાં છે. ચોરની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે સુરતના એક માણસે આ બન્નેને મોબાઈલ ચોરી માટે રાખ્યાં હતા અને તેમને મહિને 25 હજારનો પગાર પણ આપતા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમના કબજામાંથી 20 લાખના મોબાઈલ પણ જપ્ત કર્યાં છે. આરોપીઓની ઓળખ અવિનાશ મહાતો (19) અને શ્યામ કુર્મી (26) તરીકે થઈ છે, જે ઝારખંડના રહેવાસી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ચોરી માટે બંનેને અવિનાશના મોટા ભાઈઓ પિન્ટુ મહતો અને રાહુલ મહતોએ ભાડે રાખ્યા હતા. આ ફોન નેપાળ અને બાંગ્લાદેશમાં ચોરી માટે મોકલવામાં આવ્યા હતા.
મોબાઈલ ચોરવાની 45 દિવસની તાલીમ મળી
ઝારખંડમાં કામ કરતા શ્યામ અને અવિનાશને પણ મોબાઈલ ચોરીની 45 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ લીધા બાદ તેમણે મોબાઈલ ચોરવાનું શરું કર્યું હતું.
કેવી રીતે મોબાઈલ ચોરતાં
અવિનાશ મહાતો અને શ્યામ કુર્મી નામના બન્ને ભાઈઓ ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરી કરતા હતા. તેમાંથી એક વ્યક્તિનું ધ્યાન ભટકાવી દેતો હતો, તો બીજો મોબાઈલ ચોરીને ભાગી જતો હતો. આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને રાજકોટમાં ફોન ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો. પોલીસે આ વિસ્તારોમાં મોબાઈલ ચોરીના 19 ગુના નોંધ્યા હતા.
સુરત રેલવે સ્ટેશન નજીક રહેવાની વ્યવસ્થા, 25 હજાર પગાર પણ
આરોપીઓએ જણાવ્યું હતું કે તેમને સુરતના રેલ્વે સ્ટેશન નજીક રહેવાની સગવડ આપવામાં આવી હતી. આ સાથે તેમને દર મહિને 25 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો. તે ચોરી કરતો હતો અને આખો માલ તેના માલિકોને આપતો હતો. બંનેને સુરત રેલવે સ્ટેશન નજીક રહેવા માટે મકાન પણ આપવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં મોબાઈલ ચોરીની કુલ મળીને 19 ફરિયાદો નોંધાઈ હતી.
20 લાખના ફોનનું શું
હાલમાં ક્રાઈમ બ્રાન્ચના કબજામાં 20 લાખના ફોન છે. જણાવાઈ રહ્યું છે કે જે લોકોના ફોન ચોરાઈ હોય કે ગુમ થયાં હોય તેમને ખરાઈ બાદ પાછા મળી શકે છે. ચોરોએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાંથી મોબાઈલ ચોર્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા