બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આવી ગઈ રેલવેમાં નોકરીની જોરદાર તક, જાણો કેવી રીતે કરી શકાશે અરજી?
6 ફોટો ગેલેરી
Last Updated: 09:27 AM, 16 July 2026
1/6
રેલવે ભરતી બોર્ડ (RRB) એ સેક્શન કંટ્રોલર ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ કરી છે. સંસ્થા દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો RRB વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી વિન્ડો 15 જુલાઈથી 14 ઓગસ્ટની અંતિમ તારીખ સુધી ખુલ્લી રહેશે.રેલવે ભરતી 2026 અંતર્ગત સેક્શન કંટ્રોલર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિત મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
2/6
3/6
આ વર્ષે, રેલવે સેક્શન કંટ્રોલરની ખાલી જગ્યા દ્વારા 119 જગ્યાઓ ભરવામાં આવશે. ગયા વર્ષે 368 જગ્યાઓની તુલનામાં, આ વર્ષે ખાલી જગ્યાઓ નોંધપાત્ર રીતે ઓછી છે. રેલવે સેક્શન કંટ્રોલર ભરતી માટે કોણ અરજી કરી શકે છે? જરૂરી વય મર્યાદા કેટલી છે? પગાર કેટલો છે? તમે આ બધી વિગતો અહીં ચકાસી શકો છો.
4/6
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત જરૂરી છે. અન્ય કોઈ અનુભવ અથવા પ્રમાણપત્રની જરૂર નથી. અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદાની ગણતરી ૧ જુલાઈ, ૨૦૨૬ થી કરવામાં આવશે. અનામત શ્રેણીના ઉમેદવારો માટે શ્રેણી-વિશિષ્ટ વય છૂટછાટ પણ ઉપલબ્ધ છે. પગાર ધોરણની વાત કરીએ તો, પસંદ પામેલા ઉમેદવારોને પગાર સ્તર 6 (7મું CPC) દર મહિને 35,400 રુપિયા રહેશે. આમાં ભથ્થાંનો સમાવેશ થશે.
5/6
(1) સિંગલ-સ્ટેજ કમ્પ્યુટર આધારિત કસોટી: પરીક્ષા 120 મિનિટ લાંબી હશે અને તેમાં 100 પ્રશ્નો હશે. દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણનું નેગેટિવ માર્કિંગ પણ લાગુ થશે. CBT માં ગણિત, તાર્કિક ક્ષમતા અને માનસિક તર્ક વિષયો આવરી લેવામાં આવશે. વિશ્લેષણાત્મક અને ગણિત ક્ષમતામાંથી વધુમાં વધુ 60 પ્રશ્નો હશે. (2)CBAT અને દસ્તાવેજ ચકાસણી: કોમ્પ્યુટર આધારિત યોગ્યતા પરીક્ષણ (CBAT) માટે ઉમેદવારોની સંખ્યાના 8 ગણા વધારે ઉમેદવારોને બોલાવવામાં આવશે. કોઈ નકારાત્મક માર્કિંગ રહેશે નહીં. CBT મેરિટ યાદીમાં 30% વેઇટેજ અને CBAT 70% વેઇટેજ ધરાવશે. ત્યારબાદ ઉમેદવારોના દસ્તાવેજો ચકાસવામાં આવશે.
6/6
RRB સેક્શન કંટ્રોલર ભરતી માટે કેવી રીતે અરજી કરવી? સૌપ્રથમ, ઓફિશિયલ RRB વેબસાઇટની મુલાકાત લો. જો તમે નવા છો, તો પહેલા એકાઉન્ટ બનાવો લિંક પર ક્લિક કરો.આ માટે, તમારે એક સક્રિય મોબાઇલ નંબર અને ઇમેઇલ ID ની જરૂર પડશે.આ પછી, વેબસાઇટ પર જાઓ અને ફરીથી લોગ ઇન કરો. હવે બધી માહિતી કાળજીપૂર્વક ભરો, તમારા અન્ય જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. ફોર્મ ભર્યા પછી, ફી ચૂકવો અને અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું