બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Rojgar Mela: PM Narendra Modi provided appointment letter to over 51 thousands of people on video conference

દેશ / મોદી સરકારે ખોલ્યો નોકરીઓનો ખજાનો, 51 હજાર લોકોને આપ્યા નિમણૂંક પત્ર, 7 રોજગાર મેળામાં આટલા લાખ યુવાનોને આપ્યા જોઇનિંગ લેટર

Vaidehi

Last Updated: 06:53 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેરેન્સનાં માધ્યમથી રોજગાર મેળા અંતર્ગત 51,000 લોકોને નિમણૂક પત્રો આપ્યાં. કહ્યું ,'યુવાનો માટે રોજગારનાં નવા અવસરો પેદા થવાની આશા છે.'

  • PM મોદીએ રોજગાર મેળા અંતર્ગત આપ્યાં નિમણૂક પત્રો
  • દેશનાં 45 સ્થળો પર કુલ 51 હજાર લોકોની કરી ભરતી
  • વીડિયો કોન્ફેરેન્સ દ્વારા કર્યું યુવાનોનું સંબોધન

PM નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત 51,000 લોકોને અપોઈન્મેંટ લેટર એટલે કે નિમણૂક પત્રો આપ્યાં. આજે સમગ્ર દેશમાં 45 સ્થળોએ આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં  PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં વિવિધ પદો માટે 51 હજાર યુવાનોની ભરતી કરી. ગૃહ મંત્રાલયના આ રોજગાર મેળા કાર્યક્રમ હેઠળ વિવિધ સશસ્ત્ર પોલીસ દળો જેમ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સશાસ્ત્ર સીમા બલ (SSB), આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તેમજ દિલ્હી પોલીસમાં ભરતી થઈ છે. 

PM મોદીએ કર્યો સંબોધન
PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે,' ઑટોમોબાઈલ, દવા, પર્યટન, અને ફૂડ પ્રોસેસિંગનાં ક્ષેત્રોમાં તેજીથી વૃદ્ધિ થવા અને યુવાનો માટે રોજગારનાં નવા અવસરો પેદા થવાની આશા છે.' તેમણે કહ્યું કે,' માત્ર પર્યટન ક્ષેત્રમાંથી જ 2030 સુધી અર્થવ્યવસ્થામાં 20 લાખ કરોડ રૂપિયાનું યોગદાન મળવાની આશા છે જે ક્ષેત્રમાં 13-14 કરોડ નવી રોજગારી પેદા કરવાની ક્ષમતા છે.' યુવાનોનું સંબોધન કરતાં તેમણે કહ્યું કે,' દરેક ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. ખાદ્યથી લઈ દવા ઉદ્યોગ સુધી, અંતરિક્ષથી લઈ સ્ટાર્ટઅપ સુધી. જ્યારે દરેક ક્ષેત્ર પ્રગતિ કરશે ત્યારે અર્થવ્યવસ્થા વધશે. '

દવા ઉદ્યોગોનો થશે વિકાસ
દવા ઉદ્યોગનું ઉદાહરણ આપતાં PMએ કહ્યું કે,' વર્તમાનમાં 4 લાખ કરોડ રૂપિયાનું આ ક્ષેત્ર 2030 સુધી વધીને 10 લાખ કરોડ થઈ જવાની આશા છે. તેનો અર્થ શું છે ? તેનો અર્થ છે કે આ દશકામાં દવા ઉદ્યોગને યુવાનોની ઘણી જરૂર છે. રોજગારી પેદા થશે. '

10 લાખ લોકોને નોકરી આપવાનો લક્ષ્ય
22 ઓક્ટોબર 2022નાં પ્રધાનમંત્રીએ રોજગાર મેળાનો પ્રથમ ફેઝ શરૂ કર્યો હતો. તેમણે 2023નાં અંત સુધીમાં 10 લાખ લોકોને નોકરી આપવાનો લક્ષ્ય રાખ્યો છે. માહિતી અનુસાર છેલ્લાં 9 મહિનામાં 7 રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 4 લાખ 48 હજારથી વધારે લોકોને લેટર આપવામાં આવ્યાં છે.

સુરક્ષા થશે વધુ મજબૂત
PMO દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ ભરતીથી દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ ભરતી હેઠળ દિલ્હી પોલીસને પણ સશક્ત કરવામાં આવશે. આ સાથે તે આતંકવાદનો સામનો કરવા, ઉગ્રવાદનો સામનો કરવા, ડાબેરી વિરોધી ઉગ્રવાદ અને દેશની સરહદોની સુરક્ષામાં પણ મદદ કરશે. 

તાલીમ લેવાની તક 
PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા માટે એક વિશેષ પગલું છે, જેના હેઠળ તે દેશના વિકાસમાં યુવાનોને તકો પ્રદાન કરશે. IGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ, કર્મયોગી દ્વારા નવા ભરતી કરનારાઓને પોતાને તાલીમ આપવાની તક પણ મળશે. કોઈપણ ઉપકરણ શીખવા માટે અહીં 673 ઈ-લર્નિંગ કોર્સ ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ