બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma eight runs away from breaking virat kohli most t20 runs record
ADVERTISEMENT
વાસ્તવમાં ટીમ ઇન્ડિયાનો નિયમિત કેપ્ટન કોહલી આ સમયે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડીઓમાં પહેલા સ્થાન પર છે. કોહલીએ 72 મેચોમાં 50ની સરેરાશથી 2450 રન બનાવ્યા છે. આ દરમિયાન એનો સ્ટ્રાઇક રેટ 135.28નો રહ્યો, એને ટી-20 ક્રિકેટમાં 22 હાફ સેન્ચ્યુરી પણ મારી, આ યાદીમાં રોહિત શર્મા બીજા નંબર પર છે.
રોહિતે 98 ટી-20 મેચ રમી છે, જેમાં એને ચાર સેન્ચ્યુરી અને 17 હાફ સેન્ચ્યુરીથી 2443 રન બનાવ્યા છે. એ દરમિયાન રોહિત શર્માની સરેરાશ 32.14ની રહી, જ્યારે સ્ટ્રાઇક રેટ 136.55 રહ્યો. એટલું તો નક્કી છે કે રોહિત ત્રણ મેચની ટી-20 સીરિઝની કોઇ પણ મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે, કારણ કે વિરાટને આ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ટેસ્ટ અને વન ડે મેચની વાત કરીએ તો એમાં વિરાટ કોહલી ખૂબ જ આગળ જોવા મળે છે. જણાવી દઇએ કે વર્લ્ડ કપ બાદ સતત મેચ રમી રહેલા વિરાટ કોહલીને આરામ આપીને આ સીરિઝ માટે ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. તો બીજી બાજુ સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સૈમસનને પણ આ સીરિઝમાં હાથ ખોલવાની તક મળી શકે છે.
ભારત પહેલી વખતે સ્થાનિક મેદાન પર બાંગ્લાદેશની સામે ટી-20 સીરિઝ રમવા જઇ રહી છે. બંને દેશોની વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરિઝ દિલ્હીમાં 3 નવેમ્બરથી થશે, બીજી મેચ રાજકોટ અને ત્રીજી નાગપુરમાં રમવામાં આવશે. ટી-20 બાદ બે મેચની ટેસ્ટ સીરિઝ પણ થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.