બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બ્રિસબેન ટેસ્ટ મેચમાં ઉત્કૃષ્ઠ બેટિંગ પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિનર બનાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતની સરખામણી દિગ્ગજ પ્લેયર મહેન્દ્રસિંહ ધોની સાથે કરવામાં આવી રહી છે. જે નિવેદન પર રિષભ પંતે પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં સારુ પર્ફોર્મન્સ આપ્યા બાદ હવે મારી એક અલગ ઓળખાણ બનાવવા માંગું છું.
રિષભ પંતનો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની જીતમાં મહત્ત્વનો ફાળો હતો
ભારતીય વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત દિગ્ગજ પ્લેયર મહેન્દ્રસિંહ ધોની સાથેની સરખામણીથી ખૂબજ ખુશ છે. પંતની બે વખતનાં વિશ્વ વિજેતા કેપ્ટન ધોની સાથે સરખામણી કરવામાં આવી રહી છે. જોકે ધોનીએ ગત વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. બ્રિસબેમાં ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં નોટઆઉટ 89 રનની વિનિંગ ઈનિંગ રમીને ઇન્ડિયાને સિરીઝ જીતવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
રિષભ પંત જ્યારે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફર્યો ત્યારે દિલ્હી પહોંચ્યા બાદ તેની તુલના ધોની જેવા ખેલાડી સાથે કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની એક મહિનાથી વધારે લાંબી ચાલેલી વન ડે, ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ મેચની રિસીઝમાં ભારતે ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ સિરીઝમાં વિજય પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વિજયી થયા બાદ જ્યારે ઈન્ડિયન ક્રિકેટ ટીમ ભારત પરત ફરી ત્યારે તેમનું ઢાલ નગાડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.