બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Revised guidelines of health department announced for Navratri, this work is mandatory for organizers free of charge, relief to people

BREAKING / નવરાત્રી માટે આરોગ્ય વિભાગની રીવાઈઝ ગાઈડલાઈન જાહેર, વિનામુલ્યે આ કામ આયોજકો માટે ફરજિયાત, લોકોને રાહત

Vishal Khamar

Last Updated: 09:13 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધતા હાર્ટએટેકનાં કિસ્સા વધતા આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા ફરજીયાત આ ગાઈડ લાઈનનું પાલન કરવું તેમજ ગરબાના આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે.

  • રાજ્યમાં હાર્ટએટેકનાં કિસ્સા વધતા આરોગ્ય વિભાગ સતર્ક
  • નવરાત્રીને લઈને આરોગ્ય વિભાગની રીવાઈઝ ગાઈડલાઈન
  • ગરબાના સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના 

 રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે. 

'ગ્રામ્ય વિસ્તારોમાં PHC, CHC સ્ટાફને એલર્ટ રખાશે'
હાર્ટ એટેકના વધતા કેસોને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન દરેક જગ્યાએ 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. દરેક ગરબા સ્થળોએ મેડિકલ ટીમ પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે, લક્ષણો દેખાશે તો વ્યક્તિ પોતે તેને ગંભીરતાથી લે અને તાત્કાલિક બૉડી ચેકઅપ કરાવવું જોઈએ. ગરબાના મોટા આયોજનો બહાર આરોગ્યના પોઈન્ટ ઉભા કરાય. વધુમાં કહ્યું કે, ગરબા આયોજકોએ મેડિકલ કીટ પણ રાખવી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં PHC, CHC સ્ટાફને એલર્ટ રખાશે.

Ban on playing loud speakers after 12 midnight during Navratri, Ahmedabad Police announcement

અમદાવાદ પોલીસ કમિશ્નરનું નવરાત્રિને લઈ જાહેરનામું 
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ હવે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકડ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામું નવરાત્રીના પ્રથમ નોરતાંથી લઈ દશેરા સુધી લાગુ પડશે, એટલે કે, તારીખ 15થી 24 ઓક્ટોબર સુધી અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ