ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:34 AM, 20 May 2025
ADVERTISEMENT
બોર્ડર સિક્યુરિટી ફોર્સે આજથી પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સામાન્ય લોકો માટે રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન સિંદૂર પછી સુરક્ષા કારણોસર આ કામગીરી બંધ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટારી (અમૃતસર), હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સડકી (ફાઝિલ્કા) સરહદ ચોકીઓ પર દરરોજ સાંજે યોજાતો આ સમારોહ હવે મંગળવારથી એટલે કે આજથી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

ફેરફાર સાથે પુનઃ શરૂઆત
ADVERTISEMENT
જોકે, આ વખતે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે પરંપરાગત હાથ મિલાવવાની અને સરહદી દરવાજા ખોલવાની પ્રવૃતિ નહીં થાય..મતલબ કે ન તો હાથ મિલાવાશે કે ન તો સરહદી દરવાજા ખોલાશે.
આ પણ વાંચોઃ મિસાઇલની આબરૂના ધજાગરા થતા જોઇ પાકિસ્તાને કહ્યું અમે શાહીન મિસાઇલનો ઉપયોગ જ નથી કર્યો
ADVERTISEMENT
રીટ્રીટ સેરેમની શું છે?
ભારત-પાકિસ્તાન સરહદ પર અટારી બોર્ડર પર રિટ્રીટ સમારોહ રોજિંદી ઘટના છે. આ કાર્યક્રમનું આયોજન BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) અને પાકિસ્તાન રેન્જર્સના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ ઉત્સવ જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.
ADVERTISEMENT
સમારોહનો સમય ઋતુ પ્રમાણે બદલાય છે, પરંતુ સામાન્ય રીતે શિયાળામાં સાંજે 4:15 વાગ્યે અને ઉનાળામાં સાંજે 5:15 વાગ્યે શરૂ થાય છે. મંગળવાર એટલે કે આવતીકાલથી સમારોહ ફરી શરૂ થતાં, લોકોને તેનો ફરીથી અનુભવ કરવાની તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો