ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / researchers find way to measure blood pressure with a selfie video

ટેક્નોલોજી / હવે બ્લડ પ્રેશર માપવુ સેલ્ફી લેવા જેટલું સરળ બનશે

Published By: vtvAdmin

Last Updated: 07:18 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત દુનિયાભરમાં બ્લડપ્રેશરના કરોડો દર્દીઓ છે. હવે તો સસ્તા અને નાના બેટરીથી ચાલતા બીપી માપવાના મશીન ઘરે ઘરે જોવા મળે છે. જોકે હવે બીપી માપવાનું સેલ્ફી લેવા જેટલું સરળ બની જશે.

ADVERTISEMENT

અમેરિકન હાર્ટ એસોસિએશનની સર્કયુલેશન કાર્ડિયોવાસ્કયુલર ઇમેજિંગ જર્નલમાં નવા રિસર્ચ અંગે જણાવાયું છે કે આ માટે ટ્રાન્સડર્મલ ઇમેજિંગ મેઝર્સ ટેકનિકથી ચહેરાનો વીડિયો શુટ કરવામાં આવે છે. મોબાઇલની એમ્બિયન્ટ લાઇટ ચામડીની બહારની સપાટીમાં પ્રવેશીને લોહીના પ્રવાહને માપે છે. આ કામ ડિજિટલ ઓપ્ટિકલ સેન્સર કરે છે. જેના આધારે બીપી કેટલું છે તેનું માપ મળે છે.

 

કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના ડેવલોપમેન્ટલ ન્યુરોસાયન્સના વિજ્ઞાનીઓએ આ શોધ કરી છે. મોબાઇલથી બીપીના લેવાયેલા રિડિંગ બીપીના મશીનથી લેવાયેલા રિડિંગ સાથે સરખાવતા તે 95 ટકા જેટલા સચોટ જણાયા હતા. વધુ રિસર્ચ કરીને તેને 100 ટકા સુધી લઇ જવાશે. વિજ્ઞાનીઓ કહે છે કે નાના અને પોર્ટેબલ મશીન હોવા છતાં આજના સમયમાં બીપી વધુ આસાનીથી માપી શકાય તે જરુરી બન્યું છે અને તેના માટે મોબાઇલથી વધુ સારો વિકલ્પ હોઇ શકે નહીં. કેમ કે મશીન હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં મોટાભાગના લોકો આળસ કરે છે.

બીપી હાર્ટ એટેકનું મોટું કારણ છે. બીપીના દર્દી નિયમિત તે ચેક કરે તે અત્યંત જરુરી છે. મોટાભાગના લોકો ગાઇડલાઇન મુજબ બીપી માપતા હોતા નથી. બીપી જયારે પણ માપો ત્યારે ઓછામાં ઓછું ત્રણ વખત માપવું જોઇએ. માત્ર એક વખત માપવાથી ઘણીવાર ખોટું રિડિંગ મળે છે. નિષ્ણાતો કહે છે કે ઘણા ફિઝિશિયન પણ આ ભુલ કરે છે અને માત્ર એક જ રિડિંગના આધારે દવા લખી આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Researcher SmartPhone blood pressure how to control high blood pressure Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ