બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / report on Data Protection Bill tabled in both houses regarding privacy

Data Protection Bill / હવે ભારતીય ડેટા વિદેશ નહીં મોકલી શકાય, ડેટા સુરક્ષા પર સંસદમાં રજૂ થયો રિપોર્ટ

Mayur

Last Updated: 01:51 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં Personal Data Protection Bill 2019 સંબંધિત એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય ડેટા વિદેશમાં મોકલી શકશે નહીં.

સંસદના બંને ગૃહોમાં ડેટા સુરક્ષા સંબંધિત 'પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019' સંબંધિત સંયુક્ત સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ અનુસાર, હવે વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય ડેટા વિદેશમાં મોકલી શકશે નહીં.
રિપોર્ટમાં, સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે કોઈ આચારસંહિતા ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કંપનીને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના ડેટા માટે જવાબદાર ઠેરવવી જોઈએ.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બનેલી અસરકારક સિસ્ટમ


સંસદની સંયુક્ત સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સંદર્ભમાં અસરકારક મિકેનિઝમ હોવું જોઈએ. 

ભાજપના સાંસદ પીપી ચૌધરીની આગેવાની હેઠળની સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે આચારસંહિતા અને એક ઓટોમેટિક સિસ્ટમ ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “સમિતિ માટે સૌથી વધુ ચિંતાનો વિષય એ હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટમાં ઇન્ટરમીડિયેટ કહેવામાં આવ્યા છે. 

સમિતિનો આખરે અભિપ્રાય એ જ છે કે આ પ્લેટફોર્મ્સ પર આપવામાં આવેલી સામગ્રી માટે તેમને જવાબદાર બનાવવા જોઈએ. આ હેતુ માટે તેઓએ યુઝર્સને પોતાની ઓળખ આપવા અને બાદમાં વેરિફિકેશન ફરજિયાત બનાવવાનું કહેવું જોઈએ.


194 માંથી 132 દેશોમાં ડેટા પ્રોટેક્શન કાયદા 

સંયુક્ત સમિતિએ એમ પણ કહ્યું કે, "એક એવું  મિકેનિઝમ બનાવી શકાય એમ છે કે જેમાં તેઓ આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ સામગ્રી માટે પોતે જવાબદાર ગણાય." 

સમિતિએ ડેટા અને પ્રાઈવસીની સુરક્ષા પર ભાર મૂક્યો અને કહ્યું કે ડેટા પણ રાષ્ટ્ર માટે મહત્વની સંપત્તિ છે. વિશ્વના 194 દેશોમાંથી 132 દેશોએ વ્યક્તિગત ડેટા અને વ્યક્તિગત સુરક્ષાને જાળવી રાખવા માટે નિયમો અને કાયદાઓ ઘડ્યા છે.

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર સંસદની સંયુક્ત સમિતિના અહેવાલને લગભગ બે વર્ષ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ સોમવારે સ્વીકારવામાં આવ્યો હતો. 
આમાં, એક વાંધાજનક જોગવાઈને યથાવત રાખવામાં આવી છે, જેમાં સરકારને તેની તપાસ એજન્સીઓને આ સૂચિત કાયદાના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવાનો અધિકાર આપે છે. 

કોંગ્રેસના નેતાઓનો વિરોધ 
સરકારની એજન્સીઓને આ કાયદામાંથી બાકાત રાખવાની જોગવાઈને પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ પણ આ જોગવાઈ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર તેમના વતી અસંમતિ દર્શાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ