બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Remove these things from your house before diwali, vastudosh nivaran

Diwali 2023 / દિવાળી માટે વાસ્તુ ટિપ્સ: તહેવાર આવે તે પહેલા ઘરમાંથી કાઢીને ફેંકી દો આ 5 વસ્તુઓ, તો જ દૂર થશે દરિદ્રતા

Vaidehi

Last Updated: 01:10 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દિવાળીથી પહેલાં ઘરમાંથી કેટલીક વસ્તુઓ ફેંકી દેવામાં આવે તો વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને દરિદ્રતાનો પણ કોઈદિવસ સામનો નથી કરવો પડતો. વાંચો.

  • દિવાળીથી પહેલાં ઘરમાંથી કેટલીક વસ્તુ કાઢવી જોઈએ
  • માં લક્ષ્મીની કૃપા મેળવવા ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવો જોઈએ
  • તેનાથી ઘરની દરિદ્રતા અને નકારાત્મક દૂર થાય છે

દિવાળીનો પર્વ દરવર્ષે કાર્તિક કૃષ્ણપક્ષની અમાસની તિથિનાં ઊજવવામાં આવે છે. પંચાગ અનુસાર આ વર્ષે દિવાળી 12 નવેમ્બર એટલે કે આજથી એક અઠવાડિયા રહીને છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે અને લક્ષ્મી-ગણેશનું વિધિવત પૂજન પણ કરે છે. તેવામાં લોકો દિવાળીથી પહેલાં માં લક્ષ્મીનાં પૂજનની તૈયારી કરવા લાગે છે. દિવાળીની પૂજાની તૈયારીમાં ઘરનાં વાસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેવામાં વાસ્તુ અનુસાર આ પાંચ વસ્તુઓને દિવાળીથી પહેલા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જેથી કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન ન થાય.

બંધ ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીની સફાઈ દરમિયાન જો તમને તમારા ઘરમાં કોઈપણ પ્રકારની બંધ ઘડિયાળ દેખાય છે તો તેને ઠીક કરાવો અથવા તો ઘરની બહાર નિકાળી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ ઘડિયાળ વાસ્તુદોષનું કારણ બને છે.  બંધ ઘડિયાળ ઘરમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે.

ફાટેલા-જૂના કપડાં
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીની સફાઈ દરમિયાન તમારે તમારા ઘરમાંથી ફાટેલા અને જૂના કપડાઓ ઘરની બહાર કરી દેવા જોઈએ.  ઘરમાં ફાટેલા કપડાં રાખવાથી નકારાત્મકતા આવે છે. તેવામાં જો તમે માં લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો દિવાળીથી પહેલા ઘરમાંથી આ પ્રકારનાં કપડાં કાઢી દેવા જોઈએ.

સૂકાયેલા કાંટાવાળા છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીની સફાઈ દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું કે ઘરમાં કોઈપણ પ્રકારનાં કાંટેદાર છોડ ન હોય. કારણકે તે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. 

તૂટેલી મૂર્તિઓ
ઘરમાં જો દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ હોય તો તેને દિવાળીથી પહેલા ઘરની બહાર નિકાળી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

કારોળિયાની જાડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કરોળિયાની જાળ દરિદ્રતાનું કારણ બને છે. કહેવામાં આવે છે કે જો ઘરમાં જાળા લાગી ગયાં હોય તો વ્યક્તિનાં ભાગ્ય પર તાળા લાગી જાય છે. તેવામાં જો ઘરમાં કરોળિયાનાં જાડ હોય તો તેને દિવાળી પહેલાં સાફ કરી લેવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ