બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Remand of 6 accused in Vadodara and Bharuch drug case approved

ગુજરાત / વડોદરા અને ભરૂચના ડ્રગ્સ કેસના 6 આરોપીઓના રિમાન્ડ મંજૂર, બન્ને સ્થળેથી ઝડપાયું હતું 2500 કરોડનું ડ્રગ્સ

Kishor

Last Updated: 11:01 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ડ્રગ્સકાંડમાં સંડોવાયેલ વધુ ચાર આરોપીઑના 8 દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

  • વડોદરામાંથી ડ્રગ્સ ઝડપાયાનો મામલો
  • ચારેય આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર
  • આરોપીઓના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર

વડોદરાના મોકસી ગામેથી કરોડોના ડ્રગ્સનો મામલે ધરપકડ કરાયેલા ચારેય આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ચારેય આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.કોર્ટે આરોપીઓના 26 ઓગસ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, ATSએ 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઑને કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં 4માંથી 3 આરોપી અંકલેશ્વરનાં અને 1 આરોપી જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડની માંગ સાથે આરોપી દિલીપ વઘાસિયા, દિનેશ ધ્રુવ, આરોપી રાકેશ મકાણી, વિજય વસોયાને કોર્ટમાં રજૂ કરાયાં હતા. ઉલેખનીય છે કે જેને ગઈકાલે કંપનીના 2 પાર્ટનરના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

શું હતો સમગ્ર મામલો ?
 
ગુજરાત ATS એ  બે દિવસ સુધી ઓપરેશન ચલાવી મોક્સીની ફેક્ટરીમાંથી  1125 કરોડનું 225 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં ગુજરાતની પાંચ જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી હતી. SOG જૂનાગઢ, SOG જામનગર, SOG સુરત ,SOG વડોદરા , SOG વડોદરા ગ્રામ્યની ટીમનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ  સપ્ટેમ્બર મહિનાના 2021ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી ડ્રગઝ બનવાયુ છે. જેમાંથી ગુજરાત એટીએસે 2 આરોપીઓ પાસેથી 225 કિલો ગ્રામ.એમ.ડી ડ્રગઝ જેની અંદાજે કિંમત 1125 કરોડ રૂપિયાનું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત  ATS એ આરોપીઓ પાસેથી MD ડ્રગ્સના વેચાણના રૂપિયા 14 લાખ પણ કબ્જે કર્યા છે.

ભરૂચ ડ્રગ્સ ઝડપાવા મામલો 2 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર

અન્ય એક કેસમાં ભરૂચની પાનોલી GIDCમાંથી જંગી કિંમત નું ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે ઇન્ફિનિટી કંપનીમાંથી રૂ.1383 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું જેમાં કંપનીના સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ઝપટે ચડેલા આરોપીઑને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 2 આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ  મંજુર કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ