બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Reliance Naval surges nearly 1000 percentage in last eleven weeks

શેરબજાર / અનિલ અંબાણીની આ કંપનીમાં રોકાણકારો માલામાલ, 80 દિવસમાં થઈ ગયા 10 ગણા પૈસા

Published By: Gayatri

Last Updated: 09:30 AM, 27 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનિલ અંબાણીની આ કંપનીમાં રોકાણ કરનારાઓને બખ્ખા પડી ગયા માત્ર 80 દિવસમાં રોકાણકારો માલામાલ થઈ ગયા છે માત્ર અઢી મહિનામાં તેમના નાણાં 10 ગણા થઈ જતા હરખની હેલી સમાતી નથી. 1 લાખના શેરનો ભાવ સીધો 10 લાખ થઈ જતા રોકાણકારો માટે સારા સમાચાર છે.  જો કે, રિલાયન્સ નેવલ ( RNEL )કંપની અનિલ અંબાણીને નાદાર થતા બચાવી શકે તેમ છે.

  • રિલાયન્સ નેવલ અનિલ અંબાણી માટે આશાનું કિરણ
  • સરકારે તો નાદારીની હીલચાલ શરૂ કરી દીધી
  • રાજકોટ એરપોર્ટનો પણ મળ્યો હતો કોન્ટ્રાક્ટ

વાત જાણે એમ છે કે, અનિલ અંબાણીના ગૃપની કપંની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લીમીટેડ Reliance Naval and Engineering ( RNEL ) ના શેરમાં સપ્ટેમ્બર મહિના બાદ અચાનક તેજી જોવા મળી રહી છે. આ ઉછાળો 1000 ગણો છે. આ કંપની અનિલ અંબાણી ગૃપની અન્ય કંપનીઓ માટે આશાનું એક કિરણ બની રહી છે કારણ છેલ્લા થોડા સમયમાં કેન્દ્ર સરકારે અનિલ અંબાણીને રક્ષાક્ષેત્રના ઘણા મહત્વના કામ સોંપ્યા છે આ કામને કારણે જ હાલ આ કંપનીના ભાવ આસમાનને અડકી રહ્યા છે. 

હાલ એક હજાર ટકા ભાવ વધારો થયો છે

9 સપ્ટેમ્બર પછી શેરના ભાવ લાગલગાટ વધી જ રહ્યા છે. 9 સપ્ટેમ્બરના BSEમાં માર્કેટ બંધ થયુ ત્યારે આ શેરનો ભાવ 73 પૈસા હતો જેની કિંમત 26મી નવેમ્બરના રોજ 7.67 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી અને ગઈકાલે જ્યારે શેરબજાર બંધ થયુ ત્યારે તેની કિંમત રૂા. 7.31 હતી. રિલાયન્સ નેવલનો આ ગોલ્ડન પિરિયડ છે. સૌથી લાંબો સમયગાળો છે જ્યારે આ કંપનીના શેરનો ભાવ સતત વધી રહ્યો છે. 2009માં શેરનું લીસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. 

કંપનીની સ્થિત હજુ છે ડામાડોળ

કંપનીની સ્થિતિ અંગે હજુ પણ ટ્રેન્ડ સેટરનું કહેવું છે કે, સ્થિતિ સ્થિર નથી. કેન્દ્ર સરકારના કોન્ટ્રાક્ટને કારણે શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે પણ આવોજ ઉછાળો ગયા વર્ષે ડિસેમ્બરમાં જોવા મળ્યો હતો જ્યારે શેરના ભાવ 16.55 થઈ ગયા હતા. 

કેન્દ્ર સરકારના કોન્ટ્રાક્ટ મળવાથી વાત બની શકે

જો કે કેન્દ્ર સરકારના કોન્ટ્રાક્ટ મળવાનો છે તે માટે પણ કંપનીની આર્થિક સ્થિતિ સધ્ધર હોવી જરૂરી છે. એટલે બની શકે છે કે છેક છેલ્લે ટાણે કોન્ટ્રાક્ટ ન પણ મળે પણ હાલ તો કંપની આ ભવિષ્યના કોન્ટ્રાક્ટને નામે તેજીમાં ચાલી રહી છે. જો કે ગુજરાતમાં પણ રાજકોટ એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો હતો પરંતુ નાણાભીડને કારણે તેમણે આ કોન્ટ્રાક્ટ પૂરો નહોતો કર્યો અને એરપોર્ટનો કોન્ટ્રાક્ટ સરકારે બીજાને આપવો પડ્યો હતો. 

અનિલ અંબાણી ગૃપની કંપનીઓમાં છે આર્થિક સંકડામણ

એક રિપોર્ટ અનુસાર કંપનીની ખાસ્તા હાલતમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો જે પણ કારણ હોય પણ આ કંપનીના કારણે અનિલ અંબાણી બીજી કંપનીઓને પણ આગળ લાવી શકે છે અને અત્યારે જે આર્થિંક ભીંસ પડી રહી છે તેને ઓછી કરી શકે છે.

સરકારે તો નાદારીની હીલચાલ શરૂ કરી દીધી

National Company Law and Bankruptcy Authority રિલાયન્સ નેવલ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. કારણ કે કંપનીએ દેવાની રિસ્ટ્રક્ચરિંગ કરવાની મનાઈ કરી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

National Company Law and Bankruptcy Authority RNEL Reliance Naval anil ambani અનિલ અંબાણી રિલાયન્સ નેવલ Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ