બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance Jio Buy One Get One Free Recharge Plan Offering For Jio Phone Users
Noor
Last Updated: 09:27 AM, 31 May 2021
ADVERTISEMENT
જિયો ફોનના યુઝર્સને એક રિચાર્જ પ્લાન કરાવા પર એ જ કિંમતનો બીજો પ્લાન મફત આપવામાં આવશે. એટલે કે, ગ્રાહકે 155 રૂપિયાના પ્લાનથી જિયો ફોનમાં રિચાર્જ કરે તો એ જ કિંમતનો બીજો પ્લાન ફ્રી મળશે. અમે અહીં જિયો ફોનના એ તમામ પ્લાન અંગે જણાવીશું જે કંપની 'બાય વન ગેટ વન ફ્રી' ઓફરમાં આપી રહી છે. કંપનીના કુલ 6 પ્લાન છે જેનો ફાયદો ગ્રાહકો આ ઓફર અંતર્ગત લઈ શકે છે.
185 રૂપિયાનો પ્લાન
ADVERTISEMENT
185 રૂપિયાના જિયો પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં પ્રતિદિન 2 જીબીના હિસાબથી કુલ 56 જીબી ડેટા મળે છે. રોજ મળનારા ડેટાની લિમિટ પૂરી થાય પછી સ્પીડ ઘટીને 65kbmps થઈ જાય છે. ગ્રાહકોને આ પેકમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય રોજના 100 SMS ફ્રી મળે છે. જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ વગેરે પણ આ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં મફત મળે છે.
155 રૂપિયાનો પ્લાન
જિયોના 155 રૂપિયાના પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે. આ પેકમાં રોજ 1 જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહકોને કુલ 28 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS રોજ મફત મળે છે. જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ આ પ્લાનમાં મળે છે.
125 રૂપિયાનો પ્લાન
જિયોના 125 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં રોજ 0.5 જીબી ડેટા મળે છે, એ હિસાબથી કુલ 14 જીબી ડેટા મળે છે. રોજ મળતો ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહે છે. આ પ્લાનમાં કુલ 300 SMS અને અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે.
75 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં કુલ 3 જીબી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 50 SMS પણ ફ્રી મળે છે. જિયો એપ્સ ઉપરાંત જિયોટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડની સુવિધા પણ આ પ્લાનમાં ફ્રી છે.
69 રૂપિયાનો પ્લાન
જિયોના 69 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ પ્લાનમાં કુલ 7 જીબી ડેટા મળે છે. રોજ 0.5 જીબી ડેટા આપવામાં આવે છે અને ડેટા પૂરો થયા પછી સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ આપવામાં આવે છે. જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન આ પ્લાનમાં પણ મફત અપાય છે.
39 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ પ્લાનમાં 100 એમબી ડેટા રોજ આપવામાં આવે છે. વોઈસ કોલિંગની સુવિધા અનલિમિટેડ છે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ન્યૂઝ સહિતની એપ્સનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.